🔥 TRENDING India Women Face England Women in ICC... Music Composer-Producer Abhijit Vaghan... Akshay Kumar Reflects on Tough Life Ph... Amitabh Bachchan Clarifies Health Rumo... Davina McCall Remarries Gabbriette's Unconventional Wedding
22 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગિરનાર યાત્રા રજિસ્ટ્રેશનની જાહેરાતનો ફિયાસ્કો, પહેલા જ દિવસે કોઈ વ્યવસ્થા નહીં
Religion

ગિરનાર યાત્રા રજિસ્ટ્રેશનની જાહેરાતનો ફિયાસ્કો, પહેલા જ દિવસે કોઈ વ્યવસ્થા નહીં

✍️ Reporter: Dhaval Pandya 🗓 21 Jul 2026, 06:58 PM 👁 29

Junagadhમાં ગિરનાર યાત્રા માટે ફરજિયાત રજિસ્ટ્રેશનની જાહેરાત છતાં, શનિવારની સવારે યાત્રીઓને કોઈ નોંધણી વ્યવસ્થા મળી ન હતી, જેના કારણે યાત્રીઓમાં મૂંઝવણ ફેલાઈ.

જૂનાગઢમાં ગિરનાર યાત્રા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન શરૂ કરવાની વહીવટી તંત્રની જાહેરાત 18 જુલાઈથી દરેક યાત્રિકનું ઇન-આઉટ રજિસ્ટ્રેશન, સંપર્ક નંબર અને ફેસ રીડિંગ સહિતની વિગતો નોંધવામાં આવશે એમ જિલ્લા કલેક્ટરે ગત રાત્રે જાહેરાત કરી હતી.

પરંતુ શનિવારે વહેલી સવારથી ગિરનાર પહોંચેલા યાત્રીઓનું કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. યાત્રીઓએ જણાવ્યું કે સ્થળ પર નોંધણી માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી અને તંત્રનો સ્ટાફ પણ જોવા મળ્યો નહોતો.

જાહેરાત મુજબ રજિસ્ટ્રેશન માટે જરૂરી સ્કેનિંગ મશીનો અને અન્ય વ્યવસ્થા પણ સ્થળ પર ઉપલબ્ધ ન હોવાનું જોવા મળ્યું હતું, જેના કારણે યાત્રીઓમાં મૂંઝવણ ફેલાઈ હતી.

હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને જરૂરી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
📲Get App