🔥 ट्रेंडिंग सुखबीर बड़ाल पर 2015 के पवित्र स्थल अप... मोगा पुलिस स्टेशन पर ग्रेनेड हमले के म... चीन की युद्धपोत ने जापान के आर्थिक क्ष... पूनच में मड हाउस पर भूस्खलन, 7 लोगों क... यू.एस. वेटरन ने आईसीई विरोध में एन.वाई... मीरुत दलित प्रदर्शन: प्रदर्शनकारियों प...
22 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 जुल. 2026, 05:14 PM 👁 19
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતાં સમીક્ષા બેઠક યોજાઈ; વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના...

આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાંઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરાઈ...

રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસો નોંધાયા કે જેમાંથી 12 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા; તેમાં 9 કેસ ગુજરાતના અને 3 કેસ રાજસ્થાનના દર્દીઓના છે...

આરોગ્ય મંત્રીશ્રીએ વિગતો આપતા જણાવ્યું કે હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયેલા છે...
📲Get App