🔥 TRENDING ‘First Christmas’ Film to Start Shooti... ‘Oka Court Case’ Spotlight on Contempo... Meghalaya aims for $16 billion economy... Bangladesh Measles Outbreak Claims 9 L... Dr. Vaidehi Taman Delves into Kashmir’... Alliance City Launches Three New Resid...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટરની મોટી કાર્યવાહી: રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત ચોટીલામાં ગરીબોનું સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાયું
Crime

ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટરની મોટી કાર્યવાહી: રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત ચોટીલામાં ગરીબોનું સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાયું

✍️ Reporter: Dhaval Pandya 🗓 19 Jul 2026, 11:06 AM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે ગરીબોનું સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાયું. રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમે ગરીબોનું સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાયું. આ કાર્યવાહી દરમિયાન રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

ચોટીલા-જસદણ નેશનલ હાઇવે પર પાંચવડા ગામ નજીક નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ. ટી. મકવાણા અને તેમની ટીમ એક્શનમાં આવી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ અશોક લેલન ટ્રક (GJ-03-CW-9271)ને રોકી તપાસ કરતા મળી આવ્યો સરકારી અનાજનો મોટો જથ્થો.

વીછીયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી અનાજ એકઠું કરી, વધુ નફો કમાવવા માટે ગાંધીધામ ખાતે ઊંચા ભાવે વેચવાનો હતો પ્લાન. ચોખા અને ટ્રક મળી કુલ **રૂ. ૩૦,૦૦૦૦૦/- (ત્રીસ લાખ)**નો મુદ્દામાલ સીઝ કરી મામલતદાર કચેરી ખસેડાયો.

આ કાર્યવાહી દરમિયાન ગરીબોના હક્કના સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઇડ ચોખાના ૪૫૦ કટ્ટા (અંદાજે ૨૦,૦૦૦ કિલોગ્રામ) જપ્ત કરવામાં આવ્યા. સરકારી ચોખાના કાળાબજારનો પર્દાફાશ થયો.
📲Get App