🔥 TRENDING Arunachal Pradesh Approves Rs 7834 Cr... Assam-Arunachal Border Tension Arunachal Power Boost J&K Gets 24 New Super-Specialty PG Sea... Ganderbal Road Accident Claims Life Amarnath Yatra Halted
19 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી: ડરણ
Education

કડી: ડરણ

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 18 Jul 2026, 08:54 PM 👁 33

વાલી મીટીંગ

તારીખ ૧૭ ૦૭ ૨૦૨૬ ના રોજ કડી તાલુકાના ડરણ ગામે
શ્રી નૂતન વિદ્યાલય, ડરણ ખાતે વાલી મિટિંગ અને માર્ગ સલામતી સેમિનાર યોજાયો
જેમા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી મિટિંગનું આયોજન ડરણના પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મહેસાણા ટીમના રોડ સેફ્ટી ટ્રેનર શ્રીમતી સંગીતાબેન જી. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શાળાના મંત્રીશ્રી પ્રહલાદભાઈ પટેલ, આચાર્યશ્રી ભરતભાઈ જી. પટેલ તેમજ તમામ સ્ટાફ અને ધોરણ 9 થી 12 ના તમામ  વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી સંગીતાબેન ઠાકોર દ્વારા માર્ગ સલામતી સેમિનાર યોજી ટ્રાફિકના નિયમો, માર્ગ અકસ્માતોથી બચવા માટેની સાવચેતીઓ, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ વાહન ચલાવવા માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓને જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ભરત ભાઈ જી. પટેલ એ પ્રસંગોચિત ઉદબોધન કરતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, નિયમિત હાજરી અને ઉત્તમ પરિણામો માટે વાલીઓના સહકારનું મહત્વ સમજાવ્યું હતું. શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓની નિયમિતતા, પાઠ્યકાર્યની સતત તૈયારી, શિસ્ત, સંસ્કાર અને અભ્યાસ પ્રત્યેની જવાબદારી અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તથા તેમના સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વાલીઓએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને શાળાના આવા પ્રયાસોને આવકાર્યા હતા
રિપોર્ટ હનીફ ભાઈ જાદવ મહેસાણા
📲Get App