🔥 TRENDING गढ़मुक्तेश्वर में औद्योगिक गलियारे की... ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન
Local

પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન

✍️ Reporter: Samir Malek 🗓 16 Jul 2026, 10:12 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટલાદમાં ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

પેટલાદ શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા, ભક્તિભાવ અને પરંપરાગત વૈભવ સાથે નીકળી હતી. રણછોડજી મંદિરથી પ્રારંભ થયેલી આ રથયાત્રા સ્ટેશન રોડ, કાળકા ગેટ, પઠાણવાળા, કંસારા બજાર સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.


રથયાત્રા દરમિયાન જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદી જયઘોષથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. પેટલાદ ઉપરાંત આસપાસના ગામો અને સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.


રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ તથા દેખરેખમાં તૈનાત રહ્યા હતા.


માર્ગભરમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સામાજિક સંગઠનો, વેપારીઓ તથા સેવાભાવી યુવાનો દ્વારા પ્રસાદી, ઠંડા પાણી, છાશ, શરબત અને અન્ય પીણાંના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
📲Get App