राजनीति
વિજયનગરમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી..
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે કાયદા અને ન્યાય તેમજ ઊર્જા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લઈને વાચકોને મળતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું..
સાબરકાંઠાના-:
વિજયનગર ખાતે કાયદા અને ન્યાય તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પુસ્તકાલયમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, પુસ્તકોના સંગ્રહ તેમજ વાચકોને પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું..
મંત્રીશ્રીએ પુસ્તકાલયમાં અભ્યાસ કરતા વાચકો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે પુસ્તકાલય એ જ્ઞાન, શિક્ષણ અને વાંચન સંસ્કૃતિના વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ બને તે દિશામાં પુસ્તકાલયોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.આ મુલાકાત દરમિયાન પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, અગ્રણી યુવરાજસિંહ ઝાલા, અગ્રણી કનુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રંથપાલ સુભાષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.