🔥 TRENDING मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे... कुडवली येथील स्टारशाईन कंपनीवर सीटू (C... Gujarat CM Opens New Meher Samaj Bhava... ନୀଳଗିରିରେ କାର୍-ବାଇକ୍ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା:... Lothal maritime heritage complex nears... લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મા...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખાંભા તાલુકા મથકે એસટી ડેપો ચાલુ કરવા ની માંગ

✍️ Reporter: Hanif Katiyar 🗓 28 Nov 2026, 11:03 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા તાલુકાના લોકોની વર્ષો જૂની માંગ ફરી ઉઠી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસોને પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ખાંભા તાલુકાના ૫૭ ગામના લોકોને હાલાકી પડી રહી છે.

આથી ખાંભા તાલુકા મથકે એસટી ડેપો ચાલુ કરવા માટે સામાજિક કાર્યકર શ્રી ભાનુભાઈ કોઠીયાએ મુખ્યમંત્રી શ્રી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી ધારી-ખાંભા અને સાંસદ શ્રી સમક્ષ રજૂઆત કરી છે.

ઘણા વર્ષો પહેલા ખાંભા ખાતે એસટી ડેપોનું મકાન બનેલ હતું, ત્યાંથી કોઈ કારણોસર આ જગ્યા એથી એસટી બસો આવ-જા કરતી નથી.

તેથી આ એસટી ડેપોનું મકાન પણ તૂટી ગયેલ છે. ખાંભા મુકામે એસટી ડેપો ના હોવાથી તાલુકાના ગામડાઓ તથા આજુબાજુના જિલ્લાઓ તથા સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, દ્વારકા, સોમનાથ જેવી લાંબા અંતરની બસોની સુવિધા તાલુકાના લોકોને મળતી નથી.

અત્યારે રાજ્ય તથા અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકે એસટી ડેપો બની ગયેલ છે ત્યારે ખાંભા તાલુકા મથકે એસટી ડેપો તાત્કાલિક બનાવવામાં આવે તેવી લોકોની લાગણી છે.
📲Get App