🔥 ट्रेंडिंग मध्य प्रदेश हाईकोर्ट ने भूजल नीति पर स... राजस्थान हाईकोर्ट ने पीटीआई भर्ती रिपो... અમરેલી, ખાંભા તાલુકાના ભગવતીપરા વિસ્તા... पांकी (पलामू) में 45 दिनों तक चलने वाल... त्रिपुरा में कोडीन युक्त सिरप की जबरदस... त्रिपुरा में शुरू हुई नगर निगम चुनाव
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકાના નવી બારપટોળી પાસે માધવ ફાર્મમાં હજારોની સંખ્યામાં સંતો ભક્તોનો સ્નેહ મિલન યોજાયો

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 28 नव. 2026, 01:14 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના નવી બારપટોળી પાસે માધવ ફાર્મમાં હજારોની સંખ્યામાં સંતો ભક્તોનો સ્નેહ મિલન યોજાયો

રાજુલા, તારીખ 26/11/2026

રાજુલા તાલુકાના નવી બારપટોળી પાસે આવેલ માધવ ફાર્મમાં બી.એ.પી.એસ. સંતો અને ભક્તોનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં સંતો ભક્તો ઉમટી પડ્યા હતા.

આ સ્નેહ મિલનમાં પૂજ્ય વિનમ્ર મુની સ્વામી મહુવા કોઠારી, પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી રાજુલા, પૂજ્ય કર્મનિષ્ઠ સ્વામી, પૂજ્ય અધ્યાત્મનિષ્ઠ સ્વામી, પૂજ્ય શાંત નયન સ્વામી રાજુલા, પૂજ્ય વિરાગ કુશળ સ્વામી મહુવા પધાર્યા હતા. સંતોએ ભક્તજનોને તેમની અમૃતવાણી સંભળાવી હતી.

સંતોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, રામાયણમાં હનુમાનજી સાગર પાર કરીને લંકામાં ગયા. કોઈપણ કામ અશક્ય નથી, શક્ય જ છે. તેમજ પ્રમુખસ્વામીનો સંકલ્પ હતો કે દુબઈમાં અબુધાબી મંદિર બનાવવું જ છે, બનાવવું જ છે, તો બની ગયું. જ્યાં હરિનું નામ લેવું પણ શક્ય નહોતું, ત્યાં આસાનીથી સ્વામીનું મંદિર બની ગયું.

તેવી જ રીતે આપણે નવા વર્ષમાં સંકલ્પ કર્યો હતો કે મંદિરમાં અન્નકૂટની પ્રસાદીનું આયોજન કરવાનું છે, તો બધા મંદિરે આયોજન શક્ય બન્યું. આ પ્રવચનથી ભક્તજનોની તાળીઓથી આખું માધવ ફાર્મ ગુંજી ઉઠ્યું હતું.

ત્યારબાદ સામતભાઈ પરમારે ચાદર, ફૂલહારથી સંતોનું સ્વાગત કર્યું હતું. તેમજ તેમના પુત્રો ઘનશ્યામભાઈ પરમારે ફૂલહારથી સ્વામીનું સ્વાગત કર્યું હતું. એક સેવકનો બર્થ ડે હોય સ્વામીએ તેની કેક કાપીને બધા ભક્તજનોના મીઠા મોઢા કરાવ્યા હતા.

ધર્મના કાર્યો માટે ગમે ત્યારે ઘનશ્યામભાઈ પરમાર પોતાનો ખુલ્લો ફાર્મ મૂકી દે છે. આ અવસરનો બહેનો, દીકરીઓ, માતાઓ, વડીલોએ લાભ લીધો હતો. કસમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, ભાવ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

દેવશીભાઈ બાંભણિયા રાજુલા
📲Get App