🔥 ट्रेंडिंग कुडवली येथील स्टारशाईन कंपनीवर सीटू (C... मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे... गुजरात के सीएम ने मोधवाड़ा गांव में नई... ନୀଳଗିରିରେ କାର୍-ବାଇକ୍ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା:... लोथल समुद्री विरासत परिसर का पहला चरण... લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મા...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરમાં નેશનલ હાઈવે નંબર સત્યાવીશ પર અકસ્માત! પ્રાઈવેટ ટ્રાવેલ્સ બ્રેકથી સર્જાઈ અકસ્માત

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 28 नव. 2026, 10:51 PM 👁 27
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં નેશનલ હાઈવે નંબર સત્યાવીશ પર અકસ્માત! પ્રાઈવેટ ટ્રાવેલ્સ બ્રેકથી સર્જાઈ અકસ્માત
સાંતલપુર પાટણ
સાંતલપુર તાલુકાના નેશનલ હાઈવે નંબર સત્યાવીશ ઉપર આજે રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ સામે આવેલા પુલ ઉપર અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, પુલ ઉપરથી પસાર થતી એક પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસે મુસાફરોને લેવા કે ઉતારવા અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા કન્ટેનર ચાલકે પણ બ્રેક મારી હતી. જોકે, પાછળથી ગોકુલ કંપનીમાંથી તેલ ભરીને આવી રહેલા ટેન્કરના ચાલકને સમયસર બ્રેક ન લાગતા ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ ડ્રાઈવર કે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી હતી.
પરંતુ આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સાંતલપુર તાલુકા મથક હોવા છતાં નેશનલ હાઈવેનંબર સત્યાવીશ ઉપર આવેલા પુલ પર પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસોને મુસાફરો ચઢાવવા-ઉતારવા અથવા વાહન ઊભું રાખવાની મંજૂરી કોણ આપે છે? શું મુસાફરોની સુરક્ષા કરતાં ટ્રાવેલ્સ સંચાલકોની મનમાની વધારે મહત્વની બની ગઈ છે?
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ક્યારેક સરકારી બસો પણ પુલ ઉપરથી પસાર થતી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં પુલ ઉપર અચાનક બ્રેક મારવી કે મુસાફરોને ઉતારવા-ચઢાવવાથી પાછળથી આવતા ભારે વાહનો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે.
📲Get App