🔥 TRENDING कल्याणपुर क्रॉसिंग के हालात दिन-ब-दिन... स्वास्थ्य मंत्री निशांत कुमार ने पटना... Hemant Calls on Jharkhand Youth to Dri... Jharkhand Mukti Morcha delays decision... बांका जिले के चांदन में बीआरसी भवन पर... LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી... 1 ડિ...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

વાવ થરાદ: સુઈગામના કોરેટીમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ, થાળી વગાડી વિરોધ, હિજરત કરવાની ચીમકી

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 11:34 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં રવિ સિઝન દરમિયાન સિંચાઈ માટે કેનાલનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાણીના અભાવે વાવેતર બગડવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ થાળી વગાડી હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી હતી.


દેવું કરીને વાવણી કરી, હવે 'ઊંચું આભ ને નીચે ધરતી'

ખેડૂતોના જણાવ્યા અનુસાર, રવિ સિઝન માટે મોંઘાદાટ બિયારણ અને ખાતર ખરીદીને પાકની વાવણી કરી દેવામાં આવી છે. આ ખર્ચ પહોંચી વળવા માટે ઘણા ખેડૂતોએ વ્યાજે નાણાં લીધાં છે અને માથે દેવું કર્યું છે. તેમ છતાં ઑક્ટોબરથી આજ દિન સુધી સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં 400થી 500 એકર જેટલી પિયત જમીન કોરી પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સ્થાનિક એક ખેડૂતે જણાવ્યું કે, અમે વારંવાર રજૂઆતો કરી, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. અલ-નીનોની અસરથી વરસાદ પણ ઓછો રહ્યો અને હવે પાણી વગર આખું ખેતર કોરું પડ્યું છે. આ વર્ષ કાઢવું બહુ મુશ્કેલ છે.

100થી 150 ખેડૂતો પર સંકટ, પશુધન સાથે હિજરતની ભીતિ




ખેડૂતોના કહેવા મુજબ, આ સમસ્યાથી આશરે 100થી 150 ખેડૂતો પ્રભાવિત થયા છે. વર્ષ 2015થી પૂરની સ્થિતિ અને ખારાશના કારણે જમીનની સ્થિતિ અંગે પણ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે, તો ખેડૂતો અને પશુધન માટે સ્થિતિ વધુ કફોડી બનશે અને પશુઓ સાથે હિજરત કરવાની નોબત આવી શકે છે.
📲Get App