🔥 TRENDING Father Murdered in Jalandhar in Front... New Jalandhar SSP Khkh Launches Crackd... सुमित यादव की लड़ाई रंग लाई, बलिया के... Breaking news moradabad 72 Malaysians Freed From Alleged Cyber... Indian Man Shot, Jewellery Stolen in P...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી નાં ચિતલ ગામે સ્વ, બાબુભાઈ ની પુણ્યસ્મૃતિમાં ૧૩૫ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 28 Nov 2026, 01:32 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી નાં ચિતલ ગામે સ્વ બાબુભાઈ ની પુણ્યસ્મૃતિમાં ૧૩૫ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો કેમ્પ નું ઉદઘાટન પુજ્ય વિશ્વદાસજી હસ્તે કરવામાં આવ્યું હતું

**ચિતલ...**

### ચિતલમાં સ્વ. બાબુભાઈની પુણ્યસ્મૃતિમાં ૧૩૫મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

ચિતલ ખાતે શ્રી રણછોડદાસ હોસ્પિટલ – રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ – ચિતલના સંયુક્ત ઉપક્રમે સ્વ. બાબુભાઈ કાનજીભાઈ સોડીંગળાની પુણ્યસ્મૃતિ નિમિત્તે ૧૩૫મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન શ્રી નટુભાઈ બાબુભાઈ સોડીંગળા તથા પરિવારજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કેમ્પનું ઉદ્ઘાટન પૂજ્ય વિશ્વનાથદાસજી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જીગ્નેશભાઈ નટુભાઈ સોડીંગળા, ચેતનભાઈ નટુભાઈ સોડીંગળા, રશ્મિબેન રાવળ, સંજયભાઈ પંડ્યા, પ્રતિકભાઈ રાવળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ નેત્ર નિદાન કેમ્પમાં ૧૦૦થી વધુ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી. જેમાંથી ૪૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

આ નેત્રયજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિના સભ્યો છગનભાઈ કાછડિયા, ખોડાભાઈ ધંધુકિયા, ઉકાભાઈ દેસાઈ, બકુલભાઈ ભીમાણી, સવાભાઈ વાઘેલા, રંજનબેન બાબરિયા, રામભાઈ અસલાલિયા, ચંદુભાઈ રાદડિયા, ગોરધનભાઈ પાથર, રવજીભાઈ બાબરિયા, કાળુભાઈ માંગરોળિયા, જે.પી. માંગરોળિયા, હીરાબેન તેમજ કાંતાબેન સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર – સમીર ખોખર
વીજપડી, અમરેલી.
📲Get App