🔥 ट्रेंडिंग राष्ट्रपति द्रौपदी मुर्मू केरल के त्रि... दिल्ली सिविक सेंटर में सभागृह सत्र में... NAZIR Ahmad Sofi kashmir जिले की छह पंचायत समितियों में प्रधान... शादी के मौसम की शुरुआत से फूलों की माँ... जंकाल्यन MHA ने अपना रोब दिखाया
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વાઘણીયા ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવા ના મુદે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા એ શું કહ્યું

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 27 नव. 2026, 07:43 PM 👁 35
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 અમરેલી બ્રેકિંગ ન્યૂઝ...

ગીરના સાવજોના વસવાટ વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાના મુદ્દે વિરોધનો વંટોળ!

લીલીયા તાલુકાના વાઘણીયા ખાતે યોજાયેલી લોકસુનવણીમાં નાના લીલીયા, ટીબડી, પીપળવા સહિત આસપાસનાં ગામોના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

લોકસુનવણી દરમિયાન ભારે હોબાળો થતાં બેઠકનો માહોલ ગરમાયો હતો. ભાજપના નેતા અને તાલુકા પંચાયતના વિપક્ષી નેતા રણજીત ખુમાણે પણ પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધના પગલે ગ્રામજનો લોકસુનવણી છોડીને બહાર નીકળી જતાં બેઠકમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

હવે સવાલ એ છે કે સિંહોના વસવાટ અને ગ્રામ્ય વિસ્તારની પર્યાવરણીય ચિંતાઓ વચ્ચે આ પ્રસ્તાવનું ભવિષ્ય શું હશે?

બાઈટ રણજીતભાઈ ખુમાણ લીલીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા
📲Get App