🔥 ट्रेंडिंग कम लागत में बकरी पालन: ग्रामीण युवाओं... झारखंड: पत्नियों के झगड़े में भाईयों न... স্কুলের ঘরে তালাবন্দি! ঘর পরীক্ষা না ক... காரைக்குடி சேது பாஸ்கரா பள்ளி மாணவர்கள... સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્ર... Breaking news
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડ જિલ્લામાં ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં બંધારણ દિવસની ઉજવણી

✍️ रिपोर्टर: Makvana Chandravadan bahadurbhai 🗓 27 नव. 2026, 09:06 AM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

26 નવેમ્બરે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં બંધારણ દિવસ ઉજવાયો, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ, બંધારણનું વાંચન, દસ્તાવેજી ફિલ્મ અને પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ.

26 નવેમ્બર 2023 ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેનો હેતુ નાગરિકોમાં બંધારણની મહત્વતા અને તેમાં સમાવિષ્ટ મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના સ્ટાફ સભ્યો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું અને બંધારણના ઇતિહાસ, રચના અને મહત્વ અંગે માહિતી આપતી વિશેષ દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું. મુલાકાતીઓને બંધારણ અંગેની સમજ વધારવા માટે બંધારણ આધારિત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે કિઓસ્ક પર હિન્દી સહિત ૨૨ ભાષાઓમાં ઉપલબ્ધ બંધારણ આધારિત ફ્લિપબુકની વાંચનની વ્યવસ્થા કરવામાં આવી. બંધારણની કલા અને સુલેખન પર આધારિત વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બંધારણની કલાત્મક રચનાઓ અને તેની વિવિધ વિશેષતાઓ રજૂ કરવામાં આવી. કેન્દ્રની મુલાકાતે આવતા નાગરિકો માટે પણ બંધારણની પ્રસ્તાવનાના વાંચનની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા), આંગણવાડીની મહિલાઓ અને અન્ય મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં બંધારણીય જાગૃતિ કેળવવાનો, લોકશાહી મૂલ્યોનું મહત્ત્વ સમજાવવાનો અને દરેક નાગરિકને પોતાની બંધારણીય ફરજો પ્રત્યે જાગૃત કરવાનો હતો. ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર, ICDS, કેન્દ્રના સ્ટાફ સભ્યો અને મુલાકાતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
📲Get App