🔥 ट्रेंडिंग कांग्रेस की मुकेशी मीणा बनीं बामनवास प... वजीरपुर के सीएचसी में आयोजित परिवार नि... करौली में बाल विवाह उन्मूलन दिवस पर वी... बिलासपुर के घोंघा बाबा मंदिर परिसर में... हिसुआ में सघन वाहन जांच अभियान, 5 लाख... भारत ने IORA देशों के बीच सहयोग बढ़ाने...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠાના ડીસામાં એલ.સી.બી. દ્વારા જુગારની રેઇડ, ૩ આરોપીઓને રૂ. ૧૪,૫૦૦ રોકડ સાથે ઝડપાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 नव. 2026, 09:25 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. પાલનપુરની ટીમ દ્વારા જુગારની રેઇડ કરાઈ હતી. આ દરમિયાન ત્રણ આરોપીઓને રૂ. ૧૪,૫૦૦ રોકડ રકમ અને કુલ કિંમત રૂ.૧૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે..

બનાસકાંઠામાં-:
દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ મહાનીરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર પ્રશાંત સુંબે ના સૂચનો અનુસાર રાજ્ય સરકારની 'જીરો ટોલરન્સ' નીતિ અનુરૂપ અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.આ સૂચનો આધારે એલ.સી.બી.પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર જી ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે એસ ગઢવી દ્વારા જુગારની બાબતે કડક કાર્યવાહી કરવા ટાસ્ક આપવામાં આવ્યો હતો..

એલ.સી.બી.ટીમના પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શાંતીલાલને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ મોટા ગામે તળાવના પાળે જાહેરમાં આંક-ફરકનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક રેઇડ કરી હતી,જેમાં વિક્રમસિંહ વલમસિંહ જાદવ (રહે. સમૌ, તા. ડીસા), નરેશભાઈ પુનમાભાઈ ભરથરી (રહે. સમૌ મોટા, તા. ડીસા) અને રાયમલસિંહ જવાનસિંહ જાદવ (રહે. વેળાવાપુરા, તા. ડીસા) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન હિંમતસિંહ દલપતસિંહ જાદવ (રહે. સમૌ મોટા, તા. ડીસા) નામનો એક આરોપી ભાગી ગયો હતો.ઝડપાયેલા આરોપીઓ પાસેથી જુગારની રોકડ રકમ રૂ. ૧૪,૫૦૦/-, બે ડાયરી, બોલપેન અને એક મોબાઈલ મળી કુલ કિંમત રૂ. ૧૯,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે..

ઝડપાયેલા ત્રણ આરોપીઓ સાથે ભાગી ગયેલા આરોપી સામે પણ કુલ ચાર આરોપીઓ સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર ૧૧૧૯૫૦૧૯૨૬૧૫૭૯/૨૦૨૬ નો કેસ જુગાર કલમ-૧૨(અ) મુજબ નોંધવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરી માટે એલ.સી.બી.પાલનપુરની ટીમમાં પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર જી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર L.C.B.પાલનપુર,જે એસ ગઢવી,પોલીસ સબ ઇન્સ્પેકટર, L.C.B.પાલનપુર,વિજયસિંહ સોમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર L.C.B.પાલનપુર,અરજણાજી સ્વરૂપાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર L.C.B.પાલનપુર,મુકેશભાઈ ડાહ્યાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર L.C.B.પાલનપુર,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ L.C.B.પાલનપુર,કાનસિંહ બળવંતસિંહ પોલીસ કોન્સ્ટેબલ L.C.B.પાલનપુર,મુકેશકુમાર શાંતીલાલ, પોલીસ કોન્સ્ટેબલ L.C.B.પાલનપુરનો સમાવેશ થાય છે.
📲Get App