🔥 TRENDING जीआरपी वाराणसी ने 400 मोबाइल बरामद, 90... લીલીયા.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ... देवकीनंदन महाराज जी ने भगवती में एचपी... MP Board Revamps 2026-27 Exam Pattern:... BJP MP Accuses Congress of Misleading... West Bengal Consumer Commission Orders...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠામાં: પ્રોહિબિશન ગુનામાં આરોપી એક વર્ષ બાદ ધરપકડમાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 07:19 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં આરોપી દેવીસિંહ ડુંગરસિંહ ભાટી, જે રાજસ્થાનના શેરગઢથી આવતો હતો, તેને એક વર્ષના નાસતા-ફરતા બાદ પકડવામાં આવ્યો..

બનાસકાંઠાના-:
અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં આરોપી દેવીસિંહ ડુંગરસિંહ ભાટી જે રાજસ્થાનના શેરગઢથી આવતો હતો, તેને એક વર્ષના નાસતા-ફરતા બાદ પકડવામાં આવ્યો.આ કામગીરીમાં ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનીરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર, અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર, દ્વારા અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું. આર જી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર, અને જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર દ્વારા દરેક ટીમને નાસતા-ફરતા આરોપીઓ પકડવા માટે ટાસ્ક આપવામાં આવ્યું..

આજે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યશવંતસિંહ દેવીસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર, અમીરગઢ પોલીસ સ્ટેશન ગુના નંબર-111950032640418/2026 પ્રોહિ કલમ-65AEI, 116(B), 98(2), 81, 83 મુજબના ગુનામાં આરોપી દેવીસિંહ ડુંગરસિંહ ભાટી, રહે.રાયસર, તા.શેરગઢ, જી.જોધપુર રાજસ્થાન, ને ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે અમીરગઢ મુકામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર જી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર LCB પાલનપુર,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સપેકટર LCB પાલનપુર,રમેશભાઈ ભેમજીભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB પાલનપુર,યશવંતસિંહ દેવીસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર LCB,પાલનપુર જેવા અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી નોંધાઈ.
📲Get App