🔥 TRENDING PM Modi Meets IORA Foreign Ministers i... Delhi's Sheesh Mahal Opens to Media fo... राजेश कुमार सैनी और बृजबाई मीना गंगापु... *ਜਵਾਹਰ ਨਵੋਦਿਆ ਵਿਦਿਆਲਿਆ ਪ੍ਰੀਖਿਆ 28 ਨਵੰਬ... Bihar Court Convicts Two Men in 35-Yea... सुरेशिया क्षेत्र में आवारा गोवंश का आत...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડૉ. જયરામભાઈ ગામીતજીના નવસારી જિલ્લા પ્રવાસ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 27 Nov 2026, 09:01 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડૉ. જયરામભાઈ ગામીતજીના નવસારી જિલ્લા પ્રવાસ

આજ રોજ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતજીના નવસારી જિલ્લા પ્રવાસ દરમિયાન બીલીમોરા સ્થિત પવિત્ર શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
વિધાનસભાના પ્રવાસ દરમિયાન ચીખલી સ્થિત કોળી સમાજની વાડી ખાતે સંગઠનના પાયાના પથ્થર સમાન બુથ પ્રમુખો સાથે સંવાદ કર્યો તેમજ મંડળ મોરચાના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી સાથે સંગઠનાત્મક બેઠક યોજી બાદ બપોરનું ભોજન આદિવાસી આગેવાન હર્ષદભાઈ પવારના પરિવાર સાથે તેમના ઘરે કર્યું . આદિવાસી પરિવાર સાથે પરંપરાગત ભોજનનો આનંદ માણ્યો.

આ આદિવાસી ભોજનના સ્વાદમાં પ્રકૃતિની શુદ્ધતા અને વર્ષો જૂની પરંપરાની ઝલક જોવા મળી.

ગણદેવી વિધાનસભાના પ્રવાસ દરમિયાન ઓમ પાર્ટી પ્લોટ, થાલા ખાતે સોશિયલ મીડિયા અને IT વિભાગના ઈન્ફ્લુએન્સર્સ સાથે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું.

આજના ડિજિટલ યુગમાં સાચી માહિતી અને વિકાસલક્ષી વિચારોને જન-જન સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયા અને IT ટીમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

આ બેઠકમાં ડિજિટલ માધ્યમોના અસરકારક ઉપયોગ અને લોકસંપર્કને વધુ મજબૂત બનાવવા અંગે સવિસ્તાર ચર્ચા કરી.
📲Get App