🔥 TRENDING Mini Ranunja Dham, Sanjeli में बीज दर्... ધાંગધ્રામાં આમ આદમી પાર્ટીએ નાયબ કલેકટ... ಬೆಂಗಳೂರು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕ್‌ನಲ್ಲಿ 32,000 ಏ... Bihar Approves ₹3.07 Crore for First S... Elderly Man Dies in Damoh After Allege... Rats Overrun Ashoknagar District Hospi...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉનાના કંસારી ભાચા ગામ વચ્ચે ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત એક યુવાનનું મોત, ચારને ઈજા

✍️ Reporter: Anil Vaghela 🗓 26 Nov 2026, 10:52 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉનાના કંસારી ભાચા ગામ વચ્ચે ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત એક યુવાનનું મોત, ચારને ઈજા

કૌટુંબિક લગ્નપ્રસંગે મોરુકા જતી વખતે અકસ્માત નડ્યો મૃતકના એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કંસારી અને ભાચા ગામ વચ્ચે ખોડિયારની ધાર નજીક ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ આથમણાપડા ગામના અને હાલ સુરત રહેતા અજીતસિંહ જીલુભા ગોહિલનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અજીતસિંહ કૌટુંબિક સાળાના લગ્નપ્રસંગે તાલાલા તાલુકાના મોરુકા ગામે જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર હાલતમાં તેમને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં તેમની ઓળખ થઈ શકી નહોતી, પરંતુ મોબાઈલ પર આવેલા ફોનના આધારે ઓળખ થતાં પરિવારજનોને જાણ કરાઈ હતી. બીજી તરફ, ભાવનગર જિલ્લાના ગારિયાધરનો પરિવાર બે બાઈક પર પસાર થતો હતો, જે પણ અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં જમાલભાઈ ઓસમાણભાઈ ઉઢેચા ઉંમર વર્ષ 37 ને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે તેમનાં પત્ની સલમાબેન અને બંને પુત્રો રેહાન તથા વારિસને પણ ઈજાઓ પહોંચી છે. લગ્નપ્રસંગે જતા યુવાનનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
📲Get App