🔥 TRENDING સંતરામપુરમાં વરસાદની અછતથી ડાંગર ખરીદી... रहस्यमय वीडियो में युवक ने मानिकचंद को... અમરેલીના વેપારીને નકલી ઈ-ચલણ APKથી ₹98... 138 જેતપુર પાવી વિધાનસભા સીટ પર નાયબ મ... Uttarakhand CM Announces Upcoming Incr... 74 વર્ષીય બાલુભાઈ કાનજીભાઈ દેસાઈનું મૃ...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં ડી.એસ.પી. ઓફિસમાં ભારતીય સંવિધાન ગૌરવ દિવસનું સમારંભ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 02:14 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને જિલ્લા સરકારી વકીલશ્રીની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં ભારતીય સંવિધાન ગૌરવ દિવસનું સમારંભ યોજાયું, જેમાં ડૉકટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યા..

સાબરકાંઠામાં-:
હિંમતનગર ખાતે ડી.એસ.પી. ઓફિસ, તાલીમ ભવનમાં ભારતીય સંવિધાન ગૌરવ દિવસનું સમારંભ આયોજિત કરવામાં આવ્યું. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ગુજરાત રાજ્ય અને જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરીએ આ કાર્યક્રમમાં હાજરી આપી.સમારંભમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ભારતરત્ન ડૉકટર બાબાસાહેબ આંબેડકર સહિત સંવિધાન નિર્માણમાં યોગદાન આપનાર તમામ મહાનુભાવોના અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું..

પ્રવચન દરમિયાન સંવિધાનમાં સમાવિષ્ટ લોકશાહી મૂલ્યો, નાગરિક તરીકેની ફરજો અને અધિકારો તેમજ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સંવિધાનની મહત્તા પર વિગતવાર ચર્ચા થઈ.સંવિધાનનું ગૌરવ જાળવવું,તેના આદર્શોનું પાલન કરવું અને આવનારી પેઢીઓમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ કેળવવી એ સૌની સહિયારી જવાબદારી તરીકે ભાર મૂકવામાં આવ્યો.
📲Get App