🔥 TRENDING CBSE Whistleblower Digitises 6.8 Lakh... SP Urges Congress Unity to Beat BJP in... ਕਰਤਾਰਪੁਰ ਸਾਹਿਬ ਲਾਂਘਾ ਖੋਲ੍ਹਣ 'ਤੇ ਸੁਣਵਾਈ... बारां में बोर्ड की प्रथम बैठक में 16 व... ग्राम पंचायत कमालपुर, हरदोई में नाली-ख... झाँसी मंडल की प्लेटिनम जयंती का भव्य श...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Nov 2026, 07:33 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોનો સમયમર્યાદામાં અને નિયમોનુસાર નિકાલ લાવવા સૂચનાઓ આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન અશાંત ધારા હેઠળના દબાણ, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવવા, સિક્યોરિટીને બોનસ ન મળવા, શોપિંગ સેન્ટરના બાંધકામ માટે વાંધા પ્રમાણપત્ર, ગણોતધારા હેઠળના બોજા, ઉજ્જ્વલા યોજનાના લાભો તેમજ ઊભારીયા ગામના બસ સ્ટેન્ડના બાંધકામ સહિત વિવિધ પ્રશ્નો અંગે અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૫ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે તમામ અરજદારોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી દરેક અરજી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ થાય અને અરજદારોને સમયસર યોગ્ય ન્યાય મળે તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.

આ ઉપરાંત અગાઉના સ્વાગત કાર્યક્રમમાં આપવામાં આવેલી સૂચનાઓ અને તેના અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંઘાડ, પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, પ્રાંત અધિકારી પરસનજીત કૌર, પોલીસ અધિકારી, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App