🔥 TRENDING Bihar’s Free Coaching Programme Boosts... Cyclone Arnab triggers red alert in tw... अचरा रोड, नवाबगंज के उमरपुर में दर्दना... Punjab Kings appoint Rajiv Kumar as ne... Doctor’s car runs over six pedestrians... एस. एन. पब्लिक स्कूल, मलेजी में दीप नि...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં નિવૃત્તિ સદન ખાતે અન્નકૂટ મહોત્સવ અને બ્રહ્મસંબંધનો કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 25 Nov 2026, 07:56 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં નિવૃત્તિ સદન ખાતે અન્નકૂટ મહોત્સવ અને બ્રહ્મસંબંધનો કાર્યક્રમ યોજાયો

રાજુલા

રાજુલા શહેરમાં કૃષ્ણનગર સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે આવેલ નિવૃત્તિ સદન ખાતે કારતક સુદ પૂનમના દિવસે અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં અન્નકૂટ દર્શન અને બ્રહ્મસંબંધનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. સૌએ બ્રહ્મસંબંધ લઈને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.

નિવૃત્તિ સદન ખાતે અન્નકૂટના દર્શન માટે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વૈષ્ણવો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. "વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે" આ ભાવના સાથે સૌ ભક્તોએ દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંચાલકો શ્રી રસિકભાઈ પારેખ, ભાવેશભાઈ ઠક્કર, વિનુભાઈ સોની, ભૂપતભાઈ સોની, ભીખુભાઈ ઠક્કર સહિતના વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આવતા દિવસોમાં તારીખ 24/12/2026 થી 30/12/2026 સુધી નિવૃત્તિ સદન ખાતે શ્રીમદ્ ભાગવતજીનું આયોજન કરવામાં આવશે. આ કથાનો લાભ લેવા તમામ વૈષ્ણવોને સંચાલકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેમ દેવજીભાઈ બાંભણિયા એ જણાવ્યું હતું . આજે વિશાળ સંખ્યામાં લોકોએ હવેલીમાં ઉપસ્થિત રહ્યા હતા
📲Get App