🔥 TRENDING AI‑Generated Fake Order Claims New Dis... Newly Elected Nagaur Sarpanch Shailuka... ਅਕਾਲੀ ਭਾਜਪਾ ਦਾ ਹੋਇਆ ਗਠਜੋੜ । शाहबाद पेट्रोल पंप के पास अनियंत्रित ह... 'ଭାରୀ ଚାପରେ ପୁଟିନ', ଇଂଲଣ୍ଡ ଗୁଇନ୍ଦା ବିଭ... जिला प्रमुख चुनाव से पहले भाजपा जिलाध्...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Nov 2026, 03:03 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે વિરમગામ નગરપાલિકા દ્વારા આજે તારીખ. 24 નવેમ્બર, 2026ના રોજ મુનસર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 9થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં વિરમગામ વિધાનસભા વિસ્તારના MLA હાર્દિકભાઈ પટેલ, ચીફ ઓફિસર મંટીલભાઈ પટેલ, પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ નગરપાલિકાના કર્મચારીઓ તથા ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા, આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વચ્છ વિરમગામ, સુંદર વિરમગામના નિર્માણ માટે સ્વચ્છતાને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી.
સ્વચ્છ વિરમગામ સુંદર વિરમગામ.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App