🔥 TRENDING बारिश के बाद त्रिकुट पहाड़ पर चट्टानों... ପଞ୍ଚୁକ ପାଇଁ ଭୋରରୁ ସ୍ନାନ କରିବାକୁ ନଦୀକୁ... கிருஷ்ணகிரி மாவட்ட ஆட்சியர் அலுவலகத்தி... आदित्य साहू ने देवघर में भाजपा प्रमंडल... ಝಳಕಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಗ್ನಿಶಾಮಕ ಕಚೇರಿ ಸ್ಥಾಪನ... पुलिस लाइन पर 6 बजे ब्लैक आउट मॉक ड्रि...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નવ વર્ષની શુભેચ્છા: ધારી વિધાનસભા પરિવારનું સ્નેહમિલન સમારોહ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Nov 2026, 01:03 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી મોદીજી, મુખ્યમંત્રી પટેલજી અને અન્ય નેતાઓનો સમાવેશ થયો.

આજરોજ નૂતન વર્ષની શરૂઆતમાં ધારી વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે આત્મીય મુલાકાત કરી અને સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું.

આ સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી.

નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી સફળતાઓ લઈને આવે તેમજ જનસેવા અને રાષ્ટ્રહિતના સંકલ્પોને વધુ મજબૂતીથી સાકાર કરવાની પ્રેરણા આપે તેવી હાર્દિક શુભકામનાઓ.
📲Get App