🔥 TRENDING CII Unveils 15 Financial Reforms to Pr... बारात से लौटने के क्रम में स्कॉर्पियो... Amritpal Singh’s Homecoming Turns into... India Must Scale Up Tech Investments a... India-Nepal Relations Remain Estranged... The New Indian Express Releases Featur...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

ઇરાન અમેરિકાની ધમકીઓને ઘોળીને પી ગયુ : હોર્મુઝમાં ત્રણ ટેન્કરો પર હુમલા

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 22 Nov 2026, 08:19 AM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઇરાને નવા અંડરગ્રાઉન્ડ મિસાઇલ લોન્ચર બનાવ્યા
ઇરાન પર નવા હુમલા અંગે ૨૦૨૭માં નિર્ણય, તેને પરમાણુ શસ્ત્રો ન બનાવવા દેવા અંગે કાયમી ડીલ કરવી છે: ટ્રમ્પ
દુબઈ : ઇરાને હોર્મુઝમાં અમેરિકાની ધમકીને જાણે ઘોળીને પી જતાં હોય તેમ ત્યાંથી પસાર થતાં ટેન્કર પર ધરાર હુમલા કર્યા હતા. તેણે શનિવારે આવા ત્રણ ટેન્કર પર હુમલા કર્યા હતા. આ ટેન્કરોને ભારે નુકસાન થયું છે, તે આગળ ચાલી શકે તેવા રહ્યા નથી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટીએ આ હુમલાની વાત જણાવી હતી. આ ત્રણ હુમલામાં એક હુમલો જબરદસ્ત હતો અને તેમા એન્જિન રૂમમાં આગ લાગી હતી. ઇરાને આ અંગે કોઈપણ પ્રકારની કોમેન્ટ કરી નથી.
ઇરાનીયન નૌકાદળે જણાવ્યું હતું કે બપોરે એક ટેન્કર તેમની માઇન્સને અથડાયું હતું અને આગમાં લપેટાઈ ગયું હતું. તેના સરકારી પ્રસારમાધ્યમોએ જણાવ્યું હતું કે ઇરાનના લશ્કરે જબરદસ્ત ઓપરેશન કરીને હોર્મુઝમાં જહાજોને ત્યાંથી જતાં અટકાવ્યા હતા. તેનું ધ્યેય અમેરિકન લશ્કરના ઓમાન બાજુના કાંઠેથી દરિયાયામાંથી પસાર થતાં જહાજોને અટકાવવાનું છે. ઇરાને નવા અંડરગ્રાઉન્ડ મિસાઇલ લોન્ચર બતાવ્યા હતા. આ મિસાઇલ લોન્ચર પહેલાં કરતાં વધુ આધુનિક છે અને આ સાથે ઇરાને અમેરિકા સાથે હજી પણ યુદ્ધ લંબાય તો તે કરવાની તેની લાંબા શસ્ત્ર સજ્જ ક્ષમતાનું પ્રદર્શન કર્યુ છે.
ઇરાનના લશ્કરી દળો હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજો પર એટલા માટે પણ હુમલા કરતા રહે છે કેમકે તેના લીધે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેતા તેમના અર્થતંત્રને મદદ મળે છે અને અમેરિકામાં બધુ મોંઘુ થતાં પ્રમુખ ટ્રમ્પ પર દબાણ આવે છે. અમેરિકાએ ઇરાનના બંદરો પર ઘેરો નાખેલો છે. ઇરાન કોઈપણ ભોગે આ ઘેરાબંધી તોડવા માંગે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ઇરાન સાથે કાયમી ધોરણે ડીલ કરવા માંગે છે જેથી ઇરાન પરમાણુ શસ્ત્રો હાંસલ ન કરી શકે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધ અંગે હવે કોઈ મોટો નિર્ણય તે ૨૦૨૭માં જ લેશે. બીજી બાજુએ અમેરિકન સમાચાર એજન્સીના સૂત્રો જ કહે છે કે અમેરિકા-ઇઝરાયેલ ઇરાન પર ફરીથી સંયુક્ત હુમલો કરવાની તૈયારી કરી રહી છે. ઇરાન જેટલી ઝડપથી તેમની ઉત્પાદન ક્ષમતા પરત મેળવી રહ્યુ છે તેનાથી ઇઝરાયેલને ચિંતા થઈ છે. ઇરાને ટ્રમ્પના તે આક્ષેપને ફગાવી દીધા હતા કે ઇરાન જૈવિક અને રાસાયણિક શસ્ત્રો મેળવવા તરફ આગળ વધી રહ્યુ છે. ઇરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે અમેરિકાના આક્ષેપો સતત બદલાતા રહે છે, તેમા કશું નવું નથી. તેઓએ ૨૦૦૩માં ઇરાક પર કરેલા હુમલામાં આ જ પેટર્નનું પાલન કર્યુ હતુ, પણ હવે તે જૂની થઈ ગઈ છે.
આ દરમિયાન ઇઝરાયેલે ગાઝાના તેલ-અલ હવા જિલ્લામાં ફૂડ ટ્રક પર કરેલા હુમલામાં ત્રણના મોત થયા હતા. આ ટ્રક ગાઝામાં અન્ન્ વિતરણ માટે જઈ રહી હતી. ઇઝરાયેલે જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓને લઈ જતાં વાહન પર હુમલો કર્યો છે.
📲Get App