🔥 TRENDING Cyclone Avkan: Schools closed in Odish... Tamil Nadu Governor R.N. Arlekar Admit... Stolen Temple Idol Recovered from 40-F... Shopian, Kashmir Hits Record Low of -3... Bitter Cold Hits Madhya Pradesh, Karon... Bihar BPSC PO 2026 Results Declared, 3...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માલપુર ગામના પદયાત્રીઓ ફાગવેલ માટે નીકળ્યા

✍️ Reporter: Rathod Mehulbhai 🗓 20 Nov 2026, 07:16 AM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર ગામના રહેવાસીઓ ફાગવેલ પહોંચવા માટે પદયાત્રા પર નીકળ્યા.

માલપુર ગામના રહેવાસીઓએ આજે સવારમાં ડાકોર અને ફાગવેલ જવા માટે પદયાત્રા શરૂ કરી.

આ યાત્રા ના ભાવીક ભક્તો દર વર્ષે દેવ દિવાળી નો લાભ લેવા માટે ડાકોર અને ફાગવેલ જતા હોય છે
ડાકોર મા રાજા જી ના દર્શન કરી ભક્તો દિલ થી પ્રાર્થના કરે છે
ત્યારબાદ યાત્રા ફાગવેલ તરફ જતા વચ્ચે એટલે કે ભાથીજી મહારાજના ધામ ખાખરીયાવન મા દર્શન કરવા જાય છે ભાથીજી મહારાજનું ત્યાં ઘર લડ્યો અને શીશ કપાયું હતું એવી ભાથીજી મહારાજની અમર ભૂમિ એટલે ખાખરીયા વન અને ત્યાંથી દર્શન કરી જશે ફાગવેલ એટલે કે ભાથીજી મહારાજની જન્મભૂમિ અને ત્યાંના દર્શન કરશે અને આરતી નો લાભ લેશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટા મેળા નો આનંદ માણસે

ત્યારે રસ્તામાં જતા સ્થાનિય લોકો પણ આ યાત્રા માં જોડાઈ ને સાથ આપતા હોય છે અને રસ્તા માં કોઈ ને કઈ પણ તકલીફ ના પડે એ માટે યાત્રા મા આવતા ગણાય ગામો થી જમવા થી માંડીને ચા નાસ્તાનુ આયોજન કરવામાં આવતું હોય છે તેઓ રાત દિવસ ચાલીને આ યાત્રા પુરી કરે છે જો તમારા ગામમાં પણ આવા યાત્રાળુ દેખાય તો એમની સેવા જરૂરથી કરજો અને આ યાત્રા ના દર્શન કરી ને સેવાનો લાભ લેજો

આ યાત્રામાં વિશ્વભરના આખા ગુજરાતના દિવાળી પછી ની આવતી દિવાળી એટલે કે દેવ દિવાળી તેમાં દર વર્ષે ભાથીજી મહારાજના આખા ગુજરાતમાંથી ભાવિક ભક્તો રથયાત્રા અને પદયાત્રા લઈને જતા હોય છે રસ્તો ભલે લાંબો હોય પણ ભક્તોમાં ભક્તિ અને પ્રેમ ની આસ્થા હોય છે એટલે ગમે તેટલો લાંબો સફળ પણ ટૂંકો લાગે જો તમે પણ આ આ યાત્રા મા ના ગયા હોય તો ચાલતા જતા ભાવીભક્તોની સેવા કરીને પણ લાભ લઈ શકો છો

શું ભાઈયો તમે પણ આ યાત્રા જઈ રહ્યા છો કોમેન્ટ માં જરુર થી જણાવજો
📲Get App