🔥 TRENDING इंदौर नगर निगम के 4 साल पूरे: कांग्रेस... काली साड़ी और काले चश्मे में जुझारू आं... भारत- जापान रक्षा संवाद में सहमति; इंद... Mayong Museum Opens as Window into Ass... 7-Week-Old Elephant Calf Raja Air‑Lift... Congress Questions BJP's Claim: Assam...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાયસિંગપુરા ગામમાં ખાટુનગર ધાર્મિક નગરીનું ભૂમિપૂજન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 04:35 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયસિંગપુરા ગામમાં ખાટુશ્યામજી, સાંવરિયા શેઠ અને શિવ-રામજીના મંદિરોનું નિર્માણ શરૂ કરવા માટે 61 ફૂટ ઊંચી પ્રતિમા સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના રાયસિંગપુરા ગામમાં ભવ્ય ધાર્મિક નગરી ‘ખાટુનગર’ના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે.ગામમાં ખાટુશ્યામજી,સાંવરિયા શેઠજી,શિવજી અને રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે ધાર્મિક વિધિ સાથે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.શ્યામ મંદિર ખાટુશ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે મંદિર નિર્માણનો પાયો નાખવામાં આવ્યો હતો..

પ્રસ્તાવિત મંદિર પરિસરમાં ખાટુશ્યામજી અને સાંવરિયા શેઠજીનાં મંદિર ઉપરાંત શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે. સાથે જ ભગવાન રામજીની 61 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની યોજના છે.આ પ્રસંગે શ્યામ મંદિર ખાટુશ્યામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મયંકભાઈ પટેલ અને મંત્રી રીકેનભાઈ પટેલના પરિવારજનોના હસ્તે પૂજન-અર્ચન કરી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સંતો,મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.રાયસિંગપુરા ખાતે આ ભવ્ય મંદિર પરિસરનું નિર્માણ પૂર્ણ થયા બાદ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું નવું કેન્દ્ર ઊભું થશે. ખાટુશ્યામજી અને સાંવરિયા શેઠના દર્શન માટે ભક્તોને એક જ સ્થળે ધાર્મિક સુવિધા ઉપલબ્ધ બનશે. આ સાથે રાયસિંગપુરા ગામની ઓળખ એક ધાર્મિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App