🔥 ट्रेंडिंग यूपीएससी ने भेजे तीन नाम, मध्य प्रदेश... ਵੈਲਿੰਗਟਨ ਟੈਸਟ ''ਚ Team India ਦੀ ਜ਼ਬਰਦਸ... સાબરકાંઠાના પોશીના-ખેડબ્રહ્મામાં 278 બ... 39 ਸਾਲ ਦੀ ਉਮਰ ''ਚ ਮਾਂ ਬਣੀ ਮਸ਼ਹੂਰ ਅਦਾਕਾਰ... ಕೊಡೇಕಲ್ ಗ್ರಾಮದಲ್ಲಿ ರೈತರ ಪಾದಯಾತ್ರೆಗೆ ಅದ... ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನದ ಸರ್ವಾಧ್ಯಕ್ಷರಾಗಿ...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોટા આગરીયા ગામ આજુબાજુ માં થયેલ કેબલ ચોરી નો આરોપી રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૩૦ અને તેમની ધર્મ પત્ની નીતાબેનઝડપાયા

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 20 नव. 2026, 09:21 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોટા આગરીયા ગામ આજુબાજુ માં થયેલ કેબલ ચોરી નો આરોપી રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૩૦ અને તેમની ધર્મ પત્ની નીતાબેનઝડપાયા

અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના મોટા આગરીયા ગામની સીમ માં થયેલ કેબલ વાયર ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી એક પુરૂષ તથા એક મહીલા ઇસમને કીંમત .૧૩,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. આર.વી. અસારી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સંબધી ચોરોના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય

તેમજ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા સાવરકુંડલા વિભાગ નાઓએ સીમચોરી તથા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય

જે માર્ગદર્શન અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા નાઓની સુચના અને માર્ગદર્શંથી રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૮૨૨/૨૦૨૬ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) ગુન્હાના કામે આરોપીએ 6 M.M નો ૨૨ મીટર કેબલ વાયર કીંમત ૨૬૦૦/- તથા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૮૨૦/૨૦૨૬ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨‌) મુજબના ગુન્હાના કામે આરોપીએ 6 M.M ૧૫૦ મીટર કેબલ વાયર કીમત ૧૦,૦૦૦/- ની ચોરી કરેલ હોય જે અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્ચ આધારે

રાજુલાના આગરીયા ગામની સીમમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહિલા ઇસમને ૩૩ મીટર કેબલ વાયર કિંમત ૩૩૦૦/- તથા બજાજ સી.ટી. ૧૦૦ મો.સા. રજી. નં.GJ01EC6962 કિંમત.૧૦,૦૦૦/- તથા એક દાતરડુ કીમત ૨૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત ૧૩,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કેબલ વાયર ચોરીના બે અનડીટેક્ટ ગુન્હોઓ ડીટેક્ટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.

પકડાયેલ આરોપી
(૧) રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૩૦ ધંધોમજુરી રહે.મોટા આગરીયા તાલુકો રાજુલા જીલો અમરેલી મુળ રહે.નારીયેલી મોલી

(૨) નીતાબેન વા/ઓ રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૨૮ ધંધોમજુરી રહે.મોટા આગરીયા તાલુકો રાજુલા જીલો અમરેલી મુળ રહે.નારીયેલી મોલી તાલુકો ઉના જીલો ગીર સોમનાથ

રાજુલા પોલીસે કબ્જે કરેલ મુદામાલમાં
૩૩ મીટર કેબલ વાયર કીંમત ૩૩૦૦/- તથા બજાજ સી.ટી. ૧૦૦ મો.સા. રજી. નં.GJ01EC6962 કીં.રૂ.૧૦,૦૦૦/- તથા એક દાતરડુ કીમત ૨૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૩,૩૨૦/- ના મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ ચોરી નો ગુન્હો કરવાની આરોપી ની એમ.ઓ.
ઉપરોકત આરોપીઓ રાત્રીના ૭ થી ૯ વાગ્યાં દરમ્યાન મોટરસાયકલ લઇ રોડ નજીકના વાડીઓમાંથી કેબલ વાયર કાપી લઇ અને ચોરી કરી નાસી જઇ ગુન્હો આચરતા .

આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર વીજય એમ.કોલાદરા પો.સબ.ઇન્સ એસ.બી જાની તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા મનુભાઇ માંગાણી તથા સુરેશભાઇ મેર તથા પો.કોન્સ રવીભાઇ વરૂ તથા મહેશભાઇ બારૈયા તથા આગરીયા બીટના એ.એસ.આઇ. રાણાભાઇ વરુ તથા પો.કોન્સ. રામદેવસિંહ સરવૈયા તથા હીતેષભાઇ કલસરીયા દ્વારા કરવામાં આવેલ છે.
📲Get App