🔥 TRENDING Third Cyclone in a Month Strikes India... Ramayana Becomes First Bollywood Film... Amruta Fadnavis to Launch Global Peace... PTC Punjabi Film Awards 2026: A Star-S... Alka Yagnik to Perform at Subhash Ghai... Ramayana 3D Bookings Soar, Sunday Pre-...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાલી તાલુકા સાબરકાંઠા જિલ્લામાં શ્રમિક પરિવારની ઝુંપડામાં આગ લાગવાનો બનાવ...

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 08:44 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી શહેરના જીઈબી માર્ગ પર દૂધેશ્વર મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં રહેલા શ્રમિક પરિવારની ઝુંપડામાં આગ લાગી, જેમાં મોટરસાયકલ અને ઘરવખરીનો સામાન બળી ગયો,પરંતુ પરિવાર બહાર હોવાને કારણે કોઈ જાનહાનિ ન થઈ..

સાબરકાંઠાના-:
વડાલી શહેરના જીઈબી માર્ગ પર આવેલ દૂધેશ્વર મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં રહેતા શ્રમિક પરિવારની ઝુંપડામાં આગ લાગી.આગ લાગતા ઝુંપડામાં રહેલ મોટરસાયકલ અને ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે બળી ગયો.આગની તીવ્રતા એટલી હતી કે આકાશમાં ધુમાડાના ગોઠા દેખાયા,જે સ્થાનિક રહેવાસીઓનું ધ્યાન ખેંચી લીધું..

ઝુંપડીમાં રહેલા પરિવારના સભ્યો ઘરની બહાર હતા, તેથી કોઈ જાનહાનિ થઈ નહોતી અને સામાનની માત્ર નષ્ટી થઈ.વડાલી ફાયર બ્રિગેડને ઘટનાની જાણ મળતા જ તેઓ સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી. આગનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી,તપાસ ચાલુ છે.
📲Get App