🔥 ट्रेंडिंग झारखंड कैबिनेट ने 8.3 किमी पाकुर रोड क... कोर्ट ने कहा: पत्नी की अलग आवास की पसं... केरल लॉटरी ने 20 नवंबर 2026 के सुर्वणा... रामायण रिलीज़ के बाद पीएम मोदी करेंगे... साबरीमाला में बहुभाषी संकेत बोर्ड व एक... कूनो राष्ट्रीय उद्यान में चार चीते के...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો પર્દાફાશ

✍️ रिपोर्टर: Haresh Maheshwari 🗓 20 नव. 2026, 12:11 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો પર્દાફાશ

ગાંધીધામ શહેરમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ ફરી એકવાર તેની ગંભીર બેદરકારી અને અણઘડ વહીવટને કારણે વિવાદના વમળમાં સપડાઈ છે. આજરોજ સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર હેઠળના દર્દીને ખાલી ઓક્સિજનનો બાટલો ચઢાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
અગાઉ પણ આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના સોનાના દાગીનાની ચોરી થવાની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠ્યા છે. અત્યાર સુધી બનેલી આ તમામ ઘટનાઓ અને ખાલી ઓક્સિજન બાટલાની ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને નીચે મુજબના સળગતા પ્રશ્નો ઉભા થયા છે:
૧. દર્દીઓની સુરક્ષા અને જવાબદારી: અગાઉ થયેલી દાગીનાની ચોરી અને અન્ય ફરિયાદો પર હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ સંબંધિત સરકારી વિભાગો દ્વારા આજદિન સુધી શું નક્કર પગલાં લેવામાં આવ્યા છે?
૨. પારદર્શિતાનો અભાવ: હોસ્પિટલમાં દાખલ દર્દીની ગંભીર સ્થિતિ અને ચાલી રહેલી સારવાર અંગે તેમના પરિવારજનોને સમયસર અને સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે કે કેમ?
૩. કડક તપાસ અને કાર્યવાહીની માંગ: દર્દીઓના જીવ સાથે થતા આવા ગંભીર ચેડાં સાંખી લેવાય તેમ નથી. જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), સંબંધિત નિયામક તંત્ર અને અન્ય સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે
📲Get App