🔥 TRENDING கார்த்திகை தீபத் திருவிழா: வேலூர், காட... Sonu Nigam Buys Mumbai Commercial Prop... Alia Bhatt Named Cover Star of TIME’s... Sunny Spell Raises Daytime Temperature... HP TET November 2026 Admit Cards for T... भानवी कुमारी ने राजा भैया से रामकथा मे...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના ઝાંપોદર મુકામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત દાનાભાઈ લાડુમોરના ખેતરની મુલાકાત લીધી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 09:56 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના ઝાંપોદર મુકામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત દાનાભાઈ લાડુમોરના ખેતરની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રીએ યુરિયા સહિતના રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ત્યાગીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને આહ્વાન કર્યું

પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ વિવિધ ફળ અને શાકભાજીના પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરતાં રાજ્યપાલશ્રી

જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીની ઉપસ્થિતિ


અમરેલી તા. ૧૮ નવેમ્બર
આજરોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલાના તાલુકાના ઝાંપોદર (જુની માંદરડી રોડ સ્થિત) મુકામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દાનાભાઈ લાડુમોરના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ અહીં આંબા, વિવિધ ફળ અને શાકભાજી સહિતના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રીએ ખેડૂતોને યુરિયા સહિત રાસાયણિક ખાતરયુક્ત અને જંતુનાશક દવાઓયુક્ત ખેતી છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવી લોક કલ્યાણકારી ખેતી અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.

રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો તથા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના પ્રોત્સાહક અનુભવો જાણી હર્ષ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલશ્રીની મુલાકાત વેળાએ જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિકાર દાનાભાઈ લાડુમોરના ફાર્મ ખાતે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ઉપસ્થિત સર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, તેનું મહત્વ અને જીવામૃત, ધનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે, તેની નકારાત્મક અસરો માત્ર જળ,જમીન અને વાયુ પર નહીં, પરંતુ સાથે સાથે માનવીય જીવન પર પણ પડી રહી છે. કેન્સર સહીતના જીવલેણ રોગ સતત વધી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા અવિવેકી ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર સતત ઘટી રહ્યું છે. આપણો ખોરાક હવે ગુણવત્તા ગુમાવી રહ્યો છે. જમીન પ્રદૂષિત બનીને બંજર બની રહી છે.

રાજ્યપાલશ્રીએ વર્તમાનની સાથે ભવિષ્યનો વિચાર કરીને પરિવારની જરૂરીયાત પ્રમાણે થોડી જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ એ વિચાર પર વાત આગળ વધારતા ભારપૂર્વક જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ પુણ્યનું કામ છે, પ્રાકૃતિક કૃષિ કરવાથી આવકમાં ઘટાડો થાય છે, તે ધારણા મૂળમાંથી જ ખોટી સાબિત થઈ રહી છે.

ઝાંપોદર મુકામે રાજ્યપાલશ્રીની પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત વેળાએ રાજુલાના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર, સ્થાનિક આગેવાનો અને અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોર્ય, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, એ.એસ.પી શ્રી જયવીર ગઢવી, રાજુલા પ્રાંત અધિકારી શ્રી અક્ષર વ્યાસ સહિતના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App