🔥 TRENDING મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ જાહેર... બેલુપુરમાં દોસા દુકાનમાં બે બહેનોએ કન્... शिवसेना ने भाजपा सरकार पर धान खरीदी पो... મુખ્યમંત્રી અને મંત્રીઓ દુષ્કાળગ્રસ્ત... शहर की सुरक्षा के बजाय अब हनुमान पहाड़... CMA Awards 2024: 60th Annual Ceremony...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

આજે છે અમારી ઘરે પધારેલી લક્ષ્મીજી નો શ્રીજા નો હેપ્પી બર્થ ડે

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 19 Nov 2026, 09:27 AM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે છે અમારી ઘરે પધારેલી લક્ષ્મીજી નો શ્રીજા નો હેપ્પી બર્થ ડે ગામ લુણી હાલે અંજાર

શ્રીજાના જન્મદિન પર દાદાજીનો પ્યાર અને આશીર્વાદ 🌹
જય સિયા રામ! જય ભોલેનાથ!

જે દિવસે મારી દીકરી, મારી પૌત્રી શ્રીજાએ અમારા ઘરમાં પગલાં કર્યા,

એ દિવસથી અમારા ઘરના અન્ન અને લક્ષ્મીના ભંડાર અખૂટ થઈ ગયા.

જ્યારે એણે મને પહેલીવાર "દાદાજી" કહીને બોલાવ્યો,

એ મારી જિંદગીની સૌથી ખાસ અને અણમોલ ક્ષણ બની ગઈ.

ખરેખર, દીકરી પોતાનું ભાગ્ય લઈને આવે છે અને આખા ઘરનું નસીબ બદલી નાખે છે!

અમારા માટે શ્રીજાનું આગમન એવું જ છે, જેમ કે ભારતે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત મેળવી હોય!

એક લક્ષ્મી (દીકરી સપનાબા) ને અમે વિદાય આપી, તો બીજી લક્ષ્મી (દીકરા અજયસિંહની વહુ) અમારા ઘરે આવી.

અને દીકરીના ઘરે દોહિત્ર અદૈતસિંહ ઝાલાના આગમન સાથે જ મહાદેવ ભોલેનાથની એવી કૃપા થઈ કે 50 વર્ષની ઉંમરે અમે દાદા અને નાના બંને બની ગયા!

શ્રીજા અને અદૈતસિંહ... તમે બંને મારા દિલના ટુકડા છો.

અને આખો દિવસ શ્રીજાનું ધ્યાન રાખતા એમના બા AMRUTABA JADEJA નો પ્રેમ પણ આ ઘરમાં વરસી રહ્યો છે.

મારી વહાલી શ્રીજા,

તારા આ દાદાજી 50 વર્ષના થયા, કદાચ ઘડપણના કારણે ક્યારેક ગુસ્સો આવી જાય,

પણ વચન છે કે તારા પર ક્યારેય ગુસ્સો નહીં થાય!

જ્યાં સુધી તારા દાદા જીવે છે અને દુનિયા સામે એકલા ઊભા રહેવાની તાકાત રાખે છે,

ત્યાં સુધી મારી શ્રીજા અને અદૈતસિંહને કોઈ વાતનું ટેન્શન લેવાની જરૂર નથી!

મહાદેવ ભોલેનાથ આ દુનિયાના દરેક માણસને આશીર્વાદ અને ઉન્નતિ આપે,

અને મારી લાડકી શ્રીજાને સદા ખુશ રાખે, દીર્ઘાયુ આપે અને જીવનમાં ખૂબ પ્રગતિ આપે એ જ પ્રાર્થના.

હેપ્પી બર્થડે માય વહાલી શ્રીજા! 💐🎉

ખૂબ જીવો, ખૂબ આગળ વધો!
📲Get App