🔥 TRENDING Delhi's AQI jumps to 280 as toxic air... Youth Assaulted While Chasing Fleeing... Partially Burnt Body of Young Man Foun... Fire in Basement of Four-Storey Delhi... Chhatarpur MP सुशासन दिवस को लेकर हुई बैठक बैठक में...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસા ટાઉન પોલીસ દ્વારા હિતેશભાઇ (હિમાંશુભાઇ) રમેશભાઇને ઝડપી,ગુનામાં અટક..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 06:35 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનામાં આરોપી હિતેશભાઇ (હિમાંશુભાઇ) રમેશભાઇને નવાગામમાં પકડવામાં આવ્યો અને અટક કરવામાં આવ્યો..

અરવલ્લીના-:
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડવા માટેની કામગીરી ચાલી રહી હતી.વિરેન્દ્રસિંહ યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ મનોહરસિંહ એન જાડેજા પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા અને જે ડી વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગે મોડાસા ટાઉન પોલીસને નાસતા ફરતા આરોપીને પકડવા માટે માર્ગદર્શન આપ્યું.પોલીસ સબ.ઇન્સપેક્ટર સાજીદ એસ મલેક અને પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન હિતેશભાઇ ઉર્ફે હિમાંશુભાઇ રમેશભાઇ,જે વિરપુર,ગામડી,જી.ડુગરપુર (રાજસ્થાન)ના રહેવાસી છે,ને નવાગામમાં પકડ્યો અને પ્રોહિબિશન એક્ટ કલમ-૬૫(એ(ઇ),૧૧૬(બી),૯૮(૨) હેઠળ અટક કર્યો..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,સાજીદ એસ મલેક પોલીસ સબ.ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,ભરતસિંહ માનસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,સતિશકુમાર દીપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,રાહુલભાઇ અરવિંદભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,રણવીરસિંહ રણજીતસિહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,જયદીપસિંહ પ્રવિણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી.
📲Get App