🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर में आखिरी स्थानीय आतंकवाद... जम्मू में 70 वर्षीय व्यक्ति की मृत शरी... नर्मदापुरम‑टिमरनी हाईवे‑15 का 972 करोड... कुंडा में शिल्पा शेट्टी का आगमन हुआ मारो प्यारोराजस्थान: राजस्थान के प्रति... రహదారి, లైటింగ్ పనులు వేగవంతం చేయాలి:...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યું કર્ણાટક વિધાનસભાનું પ્રતિનિધિમંડળ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 19 नव. 2026, 02:26 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કર્ણાટક વિધાનસભાની પિટિશન અને હાઉસ કમિટીના 10 સભ્યોએ મુલાકાત લીધી હતી. કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની આગેવાનીમાં આવેલા પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ભવ્યતા નિહાળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ મુલાકાત દરમિયાન કમિટીના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીંથી વિંધ્યાચળ અને સાતપુડાની ગિરિમાળાઓનું રમણીય દૃશ્ય તેમજ સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા બંધનો ભવ્ય નજારો નિહાળ્યો હતો.

આ પ્રસંગે તમામ સભ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ સરદાર સાહેબના જીવન અને કવનને પ્રસ્તુત કરતો પ્રોજેક્શન મેપિંગ લેસર શો પણ નિહાળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા પ્રતિનિધિમંડળના સભ્યોને તેમની તસવીર ધરાવતી ફ્રેમ સ્મૃતિભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા અને સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને નજીકથી નિહાળીને પ્રતિનિધિમંડળના સભ્યોએ આ મુલાકાતને યાદગાર બનાવી હતી.
📲Get App