🔥 ट्रेंडिंग कोयले की धूल ने छीनी इंदिरा नगर की सां... NEED24 NEWS ગુજરાત દરિયા મા મોટી બોટ ચાલકો દ્વારા... भगवंत नगर विधानसभा ਸੋਨਾ-ਚਾਂਦੀ ਖਰੀਦਣ ਦਾ ਆ ਗਿਆ ਮੌਕਾ उत्तर प्रदेश के पांच प्रमुख एक्सप्रेसव...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) ગામની મુલાકાતે

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 18 नव. 2026, 10:32 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) ગામની મુલાકાતે

રાજ્યપાલશ્રીનું રાજુલાના સમૂહખેતી ગામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ

પ્રકૃતિ- પર્યાવરણના જતનના સંદેશ સાથે "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરતાં રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવો

સમૂહખેતી મુકામે ગોવિંદ સાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી


અમરેલી તા.૧૭ નવેમ્બર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) અને કોટડીપરા ગામની મુલાકાતે પધાર્યા છે. રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોએ સમૂહખેતી મુકામે "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમુહખેતી મુકામે ગોવિંદસાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન કર્યું હતું અને જળ સંરક્ષણના ઉમદા કાર્યો માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે, કે રાજ્યપાલશ્રી સમુહખેતી ગામ ખાતે પધારતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શાળાના એન.સી.સી કેડેટસ બાળકોએ માર્ચ પાસ્ટ કરીને તેમનું સ્વાગત કર્યુ હતું. રાજ્યપાલશ્રીને ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર્યા હતા. રાજ્યપાલશ્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

રાજ્યપાલશ્રીએ 'એક પેડ માં કે નામ ૩.૦' વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું કે, આપણે વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનલક્ષી પ્રવૃત્તિઓને વધુમાં વધુ વેગવંતી બનાવવી અનિવાર્ય છે. આ ગામ દ્વારા વર્ષો પૂર્વે સમૂહખેતીનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, જેના કારણે આજે ઘુડીયા આગરીયા ગામની ઓળખ સમૂહખેતી ગામ તરીકેની બની છે. આવું સુંદર નામ ભારતમાં એકમાત્ર ઘુડીયા આગરીયા ગામનું જ છે, જે આ ગામનું ગૌરવ છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું દરેક નાગરિકે જીવનમાં એક-એક વૃક્ષનું વાવેતર કરીને તેમનો સતત ત્રણ વર્ષ સુધી કાળજીપૂર્વક ઉછેર કરવો જોઈએ. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા પૂરી પાડી હતી.

આ તકે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, સમૂહખેતી ગામના સરપંચશ્રી, સ્થાનિક અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોર્ય, એ.એસ.પી. શ્રી જયવીર ગઢવી, રાજુલા પ્રાંત અધિકારી શ્રી અક્ષર વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App