🔥 ट्रेंडिंग ಪ್ರಾರ್ಥನಾ ಶಾಲೆಯಲ್ಲಿ ಮಾದಕ ವಸ್ತುಗಳ ದುಷ್ಪ... पटना के हनुमान नगर एमआईजी कॉलोनी में म... હિંમતનગરમાં શ્રી જય જલારામ સેવા ટ્રસ્ટ... अपहरण और वसूली के मामलों में आरोपितों... Bhupalpally CI Visits Scouts and Guide... 25 ದಿನಗಳಿಂದ ಸುಟ್ಟುಹೋದ ಬೋರ್‌ವೆಲ್ ಮೋಟಾರ್...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શારદા ગ્રામ શાપુર માં લોકસાહિત્યકાર શ્રી અનુપ સિંહ વાધેલા બાપુનું ઉપસ્થિતી, અશ્વિન કરગઠિયાની મહેમાનગતિ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 18 नव. 2026, 09:06 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શાપુર માં લોકસાહિત્યકાર શ્રી અનુપ સિંહ વાધેલા બાપુનું ઉપસ્થિતી અને યુવા કાર્યકર અશ્વિન કરગઠિયાની મહેમાનગતિ.

14 નવેમ્બર 2026 ના સાંજના સમયે શારદા ગામ, શાપુરમાં યુવા કાર્યકર અશ્વિન ભાઈ કરગઠિયાની વાડીમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી અનુપ સિંહ વાધેલા બાપુનું આગમન થયું.

સાંજનું ભોજન અનુપ સિંહ વાધેલા બાપુએ શાપુર કરગઠિયા પરિવારની વાડીમાં લીધું, ત્યારબાદ શ્રી રામદેવજી મહારાજની બારપોરા પાઠ નિમિત્તે યોજાયેલ સંત વાણી અને લોકસાહિત્ય કાર્યક્રમમાં બાપુ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં અશ્વિન ભાઈ કરગઠિયા અને સમાજસેવી નાથા ભાઈ નંદાણીયા પણ મહેમાન હતા. નાથા ભાઈએ બાપુ સાથે લગભગ એક કલાક સુધી સત્સંગ કર્યો, જેમાં સ્પષ્ટ વક્તા તરીકે બાપુની કડવી પણ સત્યભરી વાતો સાંભળવામાં આવી.

બાપુએ શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂક્યો અને સાથે જ નશાની લતથી થતા વિનાશ વિશે દુઃખ વ્યક્ત કર્યું. યુવાનોની આવક ક્યાં જાય છે તે અંગે ચિંતા વ્યક્ત કરીને સમાજને સચેત કર્યા.

સાંજના અંતે કરગઠિયા પરિવારના આંગણે સત્ય અને સ્પષ્ટ વક્તા સાથે મળીને ઘણા સદ્ કર્મના માર્ગ પર ચાલતા યુવાનો અને વૃદ્ધો સાથે ચર્ચા કરી, અશ્વિન ભાઈ કરગઠિયાએ બાપુનું આભાર વ્યક્ત કર્યું.
📲Get App