🔥 TRENDING Youth's Bloodied Body Found Near Field... Shahid Kapoor Lights Up Udaipur Weddin... गोरखपुर में गोपाष्टमी महोत्सव: 10 सजी... Rajasthan Politics: BJP Claims 30-32 D... नवादा के रोह थाना में भूमि विवाद के का... छत्तीसगढ़ राज्य पिछड़ा वर्ग कल्याण आयोग...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસની સફળ કામગીરી: સજા વોરંટ ધરાવતા આરોપીને પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 04:23 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં તલોદ પોલીસ સ્ટેશન અને મોહનપુર ઓ.પી.ના માણસોએ સજા વોરંટ ધરાવતા આરોપી રાજેશભાઈ મોહનભાઈ રામાણી ને પકડ્યો અને હિંમતનગર જેલ મોકલ્યો..

સાબરકાંઠામાં-:
18 નવેમ્બર 2026 ના રોજ, સાબરકાંઠા જિલ્લામાં તલોદ પોલીસ સ્ટેશન અને મોહનપુર ઓ.પી.ના માણસોએ સજા વોરંટ ધરાવતા આરોપી રાજેશભાઈ મોહનભાઈ રામાણી ને પકડ્યો અને હિંમતનગર જેલ મોકલ્યો.આ આરોપી જે 3 એડી યુ.ડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હિંમતનગર કોર્ટમાં 138 ક્રિમિનલ કેસ નં. 2839/2022 હેઠળ સજા પામ્યો હતો,તે સજા વોરંટના નાસતા-ફરતા આરોપી તરીકે ઓળખાતો હતો..

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી જી રાઠોડ અને મોહનપુર ઓ.પી.ના માણસોએ સતત વોચ રાખી કામગીરી કરી.આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રભાઈ અંબાલા અને અન્ય અધિકારી અને કર્માચારીઓએ સ્થળ પર તપાસ કરી અને આરોપીને પકડ્યો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં સી જી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,કે વી વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ઉપેન્દ્રભાઈ અંબાલાલ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,તુષારસિંહ ભવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,મનુભાઈ ઓધાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જેવા અધિકારી અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી નોંધાઈ.
📲Get App