ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજ તેમજ ધારાસભ્ય રિતેશ વસાવા ના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું
કોઈપણ સમાજનો સાચો વિકાસ મહિલાઓના સશક્તિકરણ અને ઉચ્ચ શિક્ષણથી જ શક્ય - જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજ
ભરૂચના નેત્રંગ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો*
ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજ તેમજ જગડીયા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું
કોઈપણ સમાજનો સાચો વિકાસ મહિલાઓના સશક્તિકરણ અને ઉચ્ચ શિક્ષણથી જ શક્ય - જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતી નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લાના સ્વામિનારાયણ હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઝધડીયા વિઘાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ સંમેલનને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડીમ્પલબેન રાજે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની વયે જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા માટે અંગ્રેજો સામે ઐતિહાસિક લડત આપી હતી. તેમણે સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો દૂર કરવા તેમજ શિક્ષણના પ્રસાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં સ્વાભિમાન, એકતા અને અધિકારો પ્રત્યે જે જાગૃતિ લાવી હતી, તેમના સંઘર્ષ અને વિચારો આજે પણ સમાજના સર્વાંગી વિકાસની પ્રેરણા પૂરી પાડે છે.
પ્રમુખશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે સમાજની મહિલાઓ શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બને. આદિવાસી સમાજની મહિલાઓએ ખેતી, પશુપાલન, પરિવાર સંચાલન અને સાંસ્કૃતિક પરંપરાઓના જતનમાં હંમેશા ગૌરવપૂર્ણ ભૂમિકા ભજવી છે.
દીકરીઓ માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય છે. દીકરીઓને ઘરકામ પૂરતી સીમિત ન રાખતા ઉચ્ચ શિક્ષણ અપાવવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીઓ સરકારી નોકરી, વ્યવસાય કે રમતગમત ક્ષેત્રે આગળ વધીને બે કુળ તારી આત્મનિર્ભર બની શકે છે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમલી બનેલી મહિલા સશક્તિકરણ અને આરોગ્યલક્ષી કલ્યાણકારી યોજનાઓ જેવી કે 'ઉજ્જવલા યોજના', 'ગંગા સ્વરૂપ યોજના' અને 'કુંવરબાઈનું મામેરું' વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહિલાઓને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહીને પરિવાર તેમજ ગામમાં સ્વચ્છતા જાળવી રાખે તથા સમાજની કોઈપણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે અને દરેક મહિલાને સન્માન, સુરક્ષા તેમજ આગળ વધવાની સમાન તકો મળી રહે તેવો સંકલ્પ લેવાયો હતો. સાથે જ, મહિલાઓને દરેક ક્ષેત્રે નેતૃત્વ લઈ વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપિલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વિવિધ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરાયા હતા. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેનાર સખી મંડળની બહેનોએ પોતાના સફળતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.
આ અવસરે,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા અગ્રણીશ્રી પરેશભાઈ પટેલ, ઝઘડિયા પ્રાંત અધિકારી શ્રી ડૉ પંકજભાઈ વલવાઈ, સરપંચશ્રીઓ, સખી મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
રિપોટર:મલેક સિરાજુદ્દીન જગડીયા