🔥 TRENDING 20 नवंबर को गौरेला में मुख्यमंत्री जन‑... Kashmir’s Groundwater Quality Trails H... Himachal Pradesh Government Announces... Delhi Constable Convicted for Demandin... Delhi Police Arrest Suspect in Biryani... समाजवादी पार्टी
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની 'માં ગૌ સેવા હોસ્પિટલ' ખાતે ગૌપૂજન અને અન્નકોટ સમાન લાપસી મહોત્સવ સંપન્ન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 17 Nov 2026, 10:09 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની 'માં ગૌ સેવા હોસ્પિટલ' ખાતે ગૌપૂજન અને અન્નકોટ સમાન લાપસી મહોત્સવ સંપન્ન

માંગરોળ, ૧૭-૧૧-૨૦૨૬
સનાતન હિન્દુ ધર્મમાં વૈદિક કાળથી જ ગૌમાતાને માત્ર પ્રાણી નહીં, પરંતુ જગતજનની માતા સ્વરૂપ અને તેત્રીસ કોટી દેવતાઓના નિવાસસ્થાન તરીકે પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગૌમાતા પ્રત્યેનો આ જ અનન્ય કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા માટે દર વર્ષે કાર્તક સુદ આઠમ એટલે કે 'ગોપાષ્ટમી'ના પાવન પર્વ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન થાય છે.
આજે ગોપાષ્ટમીના પવિત્ર તહેવાર પર માંગરોળ તાલુકાના કુકસવાડા ગામે આવેલ સુપ્રસિદ્ધ 'માં ગૌ સેવા હોસ્પિટલ' ખાતે ગૌવંશની સેવા અને પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા અશક્ત, બીમાર અને નિરાધાર ગાયોની સેવા તથા ઉત્તમ સારવાર માટે સમગ્ર વિસ્તારમાં જાણીતી છે.
આજના પવિત્ર દિવસે હોસ્પિટલ પરિસરમાં બિરાજમાન ગૌમાતાનું વિધિવત કુમકુમ તિલક, ફળાહાર અને પુષ્પહાર અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.
ગૌમાતાને વિશેષ લાપસીનું ભોજન કરાવી ધન્યતા અનુભવવામાં આવી હતી.

કુકસવાડા ની માં ગૌ સેવા હોસ્પિટલ અપંગ, એક્સિડન્ટ નો ભોગ બનેલ તેમજ કંબોઈ ના કેન્સર ગર્ભાશય ના કેન્સર ના ઓપરેશન તેમજ અન્ય નાની મોટી બિમારી ની સારવાર નિસ્વાર્થ ભાવે કરવા મા આવે છે.

અહીં રોજ આવી બિમારી થી પિડીત ગૌ માતા ઓ અને ગૌ વંશ સારવાર અર્થે આજુબાજુ ના ગામો પર થી આવે છે. આ બધા ગૌ વંશ ને દર્દ થી છુટકારો આપવા નું કામ આ હોસ્પિટલ માં નિસ્વાર્થ થાય છે

માં ગૌ સેવા હોસ્પિટલ મા આ બિલકુલ અને અપંગ ગૌ માતા ઓ ને પોષ્ટિક આહાર મા લાપસી કે જેમા ગોળ, તેલ,હળદર,ઘવ નો લોટ, કપિસીયા,ખોળ, સુઠ પાવડર જેવી અવસધી ઓ ઉમેરી ને આપવામાં આવે છે. સાથે સાથે યોગ્ય નિરણ ને સારવાર પણ્ સમયસર થાય છે.

અહીં મકરસંક્રાંતિ ના દિવસે ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ પણ્ થાય છે જેથી આ બિમારી અને અસ્કત ગૌ માતા ને સારવાર સાથે એક પોઝીટીવ ઊર્જા મળે.

ગૌવંશની નિઃસ્વાર્થભાવે દિવસ-રાત સેવા કરતા ગૌશાળાના ગોવાળ અને સેવકોનું પૂજન-અર્ચન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગૌસેવા એ જ સાચી પ્રભુસેવા છે તે સૂત્રને સાર્થક કરતા આ પ્રસંગે માંગરોળ થી શ્રીમતી પારુલ બહેન જાદવ તેમજ તેમની ટીમ દ્વારા ગત વર્ષે પણ સુંદર આયોજન થયેલું અને ગૌ માતા નો શણગાર સહિત લીલા શાકભાજી નો અન્ન કોટ જેવા સુંદર આયોજનો માટે પારુલ બહેન જાદવ તેમજ અનેક બહેનો ની ટીમ સાથે નિયમિત ગૌ શાળા ની મુલાકાત લેવા માં આવે છે

ઉપસ્થિત સૌ નાગરિકોએ ગૌસેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને આ પર્વની દિવ્ય વાતાવરણમાં ઉજવણી કરી હતી.

ગૌ સેવક નયનભાઈ ઠક્કર,શ્રી મોહનભાઈ પંડિત સેવા ના ભેખ ધારી શ્રી નાથા ભાઈ નંદાણીયા, પદુબાપુ રાયજાદા, લક્ષ્મણ ભાઈ ,નારણભાઈ ખેતરપાળ ,નરેશ બાપુ, સુદિપ ભાઈ ગઢીયા,વિક્રમભાઈ, રયા ભાઈ ગોવાળ, ડો પરાગભાઇ ડાકી તેમજ માંગરોળ થી પધારેલા પારુલ બેન જાદવ તથા તેમની ટીમ,શિવમ ચક્ષુદાન, સંજીવની નેચર ફાઉન્ડેશન,વંદેમાતરમ ગ્રુપ,આ તકે ઉપસ્થિત રહી આ સેવા કાર્ય ને દીપાવ્યું હતું
📲Get App