🔥 TRENDING Actor Nithiin visits Tirumala Temple a... ITBP faces 8 vacant senior IPS posts a... 78,000+ Pilgrims Attend Buddha Relics... Pasighat DM bans loud music and live e... J&K Government Transfers 33 Executive... Sunil Calls on S-VYASA to Expand Yoga...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસ દ્વારા હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો કેસ ઉકેલ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 03:44 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 નવેમ્બર 2026ના રોજ થયેલ ઘરફોડ ચોરીમાં 44,10,518 રૂપિયા મૂલ્યની મિલકત ચોરી થઇ,જેનું તપાસ અને આરોપી પકડવામાં સફળતા મળી..

સાબરકાંઠામાં-:
15 નવેમ્બર 2026ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો કેસ નોંધાયો,જેમાં સોનાં-ચાંદીના દાગીના (₹39,86,018), રોકડ (₹1,99,500), મોટરસાયકલ (₹70,000), CNG રિજીક (₹1,50,000) અને મોબાઇલ (₹5,000) ચોરી થઇ, કુલ ₹44,10,518 ની મિલકત ગુમ થઇ.પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે યુ ચૌધરીની આગેવાની હેઠળ 8 ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ શરૂ કરી.CCTV ફુટેજ ચેક કરીને GJ09 EC 76 નંબરવાળી મોટરસાયકલ ઓળખી.તપાસમાં શાહબાજ દિલાવરખાન બલોચ,મદની સોસાયટી,પાણપુર,હિંમતનગર,સાબરકાંઠા અને ફિરોઝ મુનાભાઇ શેખ, બેરલ માર્કેટ, ચંડોળા પેટ્રોલ પંપ, ન્યુ સાલમ, અમદાવાદ,આ બે આરોપીઓની ઓળખ થઇ અને એક આરોપી અટક કરવામાં આવી..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અજીતસિંહ એમ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર,કે.યુ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અનિરૂધ્ધસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ધર્મેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મનુભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેશકુમાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ સોલંકી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ પરમાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ઝાહિદહુસેન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,હરપાલસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,પ્રકાશકુમાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,કલ્પેશભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ગોપાલભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,અનિરૂસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,દિપકસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,અતુલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કરણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ટેકનીકલ ઓપરેટર સચિનકુમાર,હરસિધ્ધસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નેત્રમ શાખા,ભાવેશસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નેત્રમ શાખા,સુરતાનસિંહ ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ વગેરે અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને માન્યતા આપવામાં આવી.
📲Get App