🔥 TRENDING नवादा में अज्ञात वाहन की टक्कर से बाइक... Khaas report mr Nazir Ahmad Sofi kashm... ଚଳିତ ବର୍ଷ ୪ ଦିନ ପାଳନ ହେବ ପଞ୍ଚୁକ , ଗୋଟି... करोड़ों खर्च कर संवारा रेलवे स्टेशन, ब... Khaas report mr Nazir Ahmad Sofi जन-जन की आवाज घंटियाली से खबर
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમની ૫૦મી હારમાળા; રાજુલા તાલુકાના સમૂહખેતી અને કોટડીપરા ખાતે ૧૭-૧૮ નવેમ્બરે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Nov 2026, 12:42 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમની ૫૦મી હારમાળા; રાજુલા તાલુકાના સમૂહખેતી અને કોટડીપરા ખાતે ૧૭-૧૮ નવેમ્બરે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, ગૌ સેવા, જળસંચય, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ભગવાન બાપા કસવાલાની પ્રતિમાનું અનાવારણ સહિતના કાર્યક્રમો યોજાશે


અમરેલી તા. ૧૬ નવેમ્બર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, ગૌસંવર્ધનને પ્રોત્સાહન આપવા, જળસંચય અને ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓને વેગ આપવા તેમજ ગ્રામજનોને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાતા ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમની ૫૦મી હારમાળા અંતર્ગત આગામી તા. ૧૭ અને ૧૮ નવેમ્બરના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં સમૂહખેતી અને કોટડીપરા ગામની મુલાકાત લેશે.

આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી ગ્રામ્ય જીવન, ખેતી, પશુપાલન અને પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરશે.

કાર્યક્રમના પ્રથમ દિવસે તા. ૧૭ નવેમ્બરના રોજ રાજ્યપાલશ્રીનું છતડીયા હેલિપેડ ખાતે આગમન થયા બાદ સમૂહખેતી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ સમૂહખેતી ગામે "એક પેડ મા કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ તથા ગોવિંદ સાગર તળાવના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કોટડીપરા ગામ ખાતે મોડલ ફાર્મની મુલાકાત સાથે તલાવડીનું લોકાર્પણ કરવામાં આવશે. કોટડીપરા ગામની ગીર ગાય ગૌશાળા ખાતે ગાય દોહન અને સ્વચ્છતા અભિયાનની પ્રવૃત્તિમાં પણ રાજ્યપાલશ્રી સહભાગી બનશે.

કાર્યક્રમના બીજા દિવસે તા. ૧૮ નવેમ્બરના રોજ સમૂહખેતી ગામની પ્રાથમિક શાળા નજીક યોગ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ઝાંપોદર ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી દાનાભાઈ લાડુમોરના મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે રાજ્યપાલશ્રી સંવાદ કરશે અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો તથા ખેતીમાં તેના વ્યાપ અંગે જાણકારી મેળવશે.

વધુમાં સમૂહખેતી ગામે ભગવાનબાપા કસવાલાની પ્રતિમાનું અનાવરણ કરીને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. આ પરિસંવાદના માધ્યમથી પ્રાકૃતિક ખેતીના મહત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા તેમજ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.

રાજ્યપાલશ્રીના ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમની ૫૦મી હારમાળા ગ્રામ્ય વિકાસ, પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન, યોગ, જળસંચય અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે લોકભાગીદારી વધારવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે. સમગ્ર કાર્યક્રમ માટે પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
📲Get App