🔥 TRENDING भारतीय सेवा ग्राम रामतला में अवैध प्लॉटिंग और सरका... Tripura Women Entrepreneurs Showcase L... Himachal Pradesh pensioners protest un... कुंडा પાટણના હાસાપુરમાં ધોળા દિવસે ફાયરિંગ,...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 17 Nov 2026, 02:58 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર મિત્રો.

પંચમહાલ જિલ્લા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો.

આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ સાથે જ ગોધરા વિધાનસભાના નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર, લોકસભા પ્રમુખ નરેન્દ્ર પરમાર, લોકસભા સંગઠન મંત્રી દલસુખભાઈ બામણીયા અને પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠવાએ ઉપસ્થિત રહીને કાર્યકરોને વિશેષ માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે ગોધરા શહેર ટીમ, ગોધરા તાલુકા પ્રમુખ, શહેરા વિધાનસભા મંત્રી, સંગઠન મંત્રી, કાલોલ સંગઠન મંત્રી સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નવા વર્ષના સ્નેહમિલનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

પંચમહાલ જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટનથી કાર્યકરોને વધુ સારું કામ કરવા માટે નવી પ્રેરણા મળશે.

ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
📲Get App