🔥 ट्रेंडिंग रामायण ने 11वें दिन विश्वभर में 1,300... रामायण ने 11 दिनों में 185 करोड़ कमाए,... मानसून के बाद सिखिम में पर्यटक प्रवाह... सिक्किम सुप्रीम ने यूएसए और ऑस्ट्रेलिय... सिक्किम सुप्रीम ने यूएस और ऑस्ट्रेलिया... प्रधानमंत्री मोदी ने बिरसा मुंडा के 15...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંજારના અજાપર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના મોત

✍️ रिपोर्टर: Naresh katua 🗓 16 नव. 2026, 12:33 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંજારના અજાપર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના મોત કચ્છના અંજાર નજીક અજાપર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ નવયુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, ત્રણેય યુવાનો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક દોડી આવ્યા હતા. મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ યુવાનોના મોતથી અજાપર સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
📲Get App