🔥 TRENDING Five New South Indian Films and OTT Se... સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસન... Austrian Traveller Resumes Global Walk... भोरमध्ये भात कापणीच्या कामांना वेग Official Trailer of 'Dear Astronaut' R... శశి హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభం: ఇచ్చో...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા માં જનજાતીય ગૌરવ દિવસ પર વિજયનગરમાં શબરી બુથ અને જોહાર કેફેનું ઉદ્ઘાટન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 04:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં શબરી બુથ અને જોહાર કેફેનું લોન્ચ કરવામાં આવ્યું, જે આદિવાસી ઉત્પાદનોને બજારમાં લાવવા અને મહિલા સ્વસહાય જૂથોને રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે વિજયનગર તાલુકાના આંતરસુંબા વિસ્તારમાં શબરી બુથ અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે જોહાર કેફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પહેલ દ્વારા આદિવાસી સમુદાયના પરંપરાગત ઉત્પાદનોને સ્થાનિક બજારમાં પ્રદર્શિત કરવા મહિલા સ્વસહાય જૂથોને નોકરીના અવસર પૂરા પાડવા અને નાગરિકોને સ્થાનિક સેવાઓનો લાભ આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે..

શબરી બુથ અને જોહાર કેફેની સ્થાપનાથી આદિવાસી હસ્તકલા, ખાદ્યપદાર્થો અને અન્ય ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં સહાય મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં સકારાત્મક પ્રભાવ પડશે.આ કાર્યક્રમ દ્વારા નાગરિકો સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સેવાઓ અને ઉત્પાદનોનો લાભ લઈ શકશે, તેમજ આદિવાસી સમુદાયની આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્રતા વધશે.
📲Get App