🔥 TRENDING India Navigates US Trade Relations Ami... From 'Veer' Rejection to 'Gandii Baat'... સાબરકાંઠાના લાંબડીયા ગામમાં જનજાતીય ગૌ... ਖਾਟੂ ਸ਼ਿਆਮ ਤੋਂ ਪਰਤ ਰਹੇ ਪਰਿਵਾਰ ''ਤੇ ਕਹਿ... Salman Khan to Conclude 'Koffee With K... Mika Singh Spreads Diwali Cheer with M...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સરકારી કચેરીઓમાં પત્રકારો સામે ભેદભાવ: નાના અને સ્વતંત્ર પત્રકારો માટે પડકારો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 08:52 AM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકારી વિભાગોમાં મોટા અને પ્રભાવશાળી પત્રકારો પ્રત્યે પ્રાધાન્ય આપતા કથિત ભેદભાવને લઈને નાના અને સ્વતંત્ર પત્રકારો દ્વારા ઉઠાવેલ પ્રશ્નોનું નિષ્પક્ષ મૂલ્યાંકન જરૂરી છે..

સરકારી કચેરીઓ અને કેટલીક સરકારી સંસ્થાઓમાં પત્રકારો પ્રત્યે કથિત ભેદભાવની ફરિયાદો તાજેતરમાં વધતી જાય છે.મોટા અને જાણીતા પત્રકારોને પ્રાધાન્ય આપતા નીતિઓને કારણે નાના અને સ્વતંત્ર પત્રકારો સચોટ માહિતી મેળવવામાં અને તેમની જાણકારીને જનતા સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે.પત્રકારત્વને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગણવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિમાં સમાચારની સત્યતા પત્રકારની ઓળખ,અખબારની પ્રસિદ્ધિ અથવા તેની પહોંચને આધારે મૂલ્યાંકિત થતી દેખાય છે..

જ્યારે મોટા પત્રકારો દ્વારા તૈયાર થયેલ સમાચારને સરળતા થી સ્વીકારવામાં આવે છે, ત્યારે નાનાં પત્રકારો દ્વારા રજૂ થયેલ તથ્યોને અવગણવામાં અથવા તેમની તપાસને અવરોધવામાં આવે છે.આ ભેદભાવની પાછળનું કારણ મોટા મીડિયા હાઉસ અને પ્રભાવશાળી પત્રકારો સાથેના સંબંધો હોઈ શકે છે, જેનાથી અન્ય પત્રકારો પ્રત્યે અનિચ્છિત પ્રાધાન્ય મળે છે. અધિકારીઓની ખામીઓ, ગેરરીતિઓ અથવા નીતિની ખોટી અમલવારી વિશે માહિતી મેળવવા માટે નાનાં પત્રકારો દસ્તાવેજી પુરાવા સાથે જનતાના પ્રશ્નો ઉઠાવે છે..

પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અવગણવામાં આવે છે.આ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ અને તમામ પત્રકારો માટે સમાન માહિતી પ્રાપ્તિની સુવિધા સુનિશ્ચિત કરવી આવશ્યક છે,જેથી પત્રકારત્વ કોઈની મહેરબાનીથી મળતું પદ ન રહી, પરંતુ તેની અખબારની પ્રસિદ્ધિ કે પ્રભાવથી સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે.
📲Get App