🔥 TRENDING सूरौठ के लहचौडा में राधा रानी मंदिर मे... ‘The Maze’ Trailer Launches at Exclusi... Four South Indian Films Set for Releas... Times of India Publishes 2026 Hindi Fi... DK Shivakumar Consults Congress Leader... Karnataka Launches Target‑100 to Boost...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ના અવસરે ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 15 Nov 2026, 09:23 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ના અવસરે ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું

ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ના અવસરે ચીખલી તાલુકાના ટાંકલ ગામના ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ નરેશભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય ના હસ્તે કરવામાં આવ્યું. ત્યાર બાદ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા ઉપસ્થિત સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. કેબિનેટ મંત્રીશ્રી પણ ટૂર ના તાલે આદિવાસી પરંપરા મુજબ ઝૂમ્યા.

ધરતી આબાનો સંઘર્ષ, બલિદાન અને જનજાતીય અસ્મિતાની રક્ષા માટેનું તેમનું યોગદાન હંમેશાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાજી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈ-બહેનોની સહભાગિતાએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો.
📲Get App