🔥 TRENDING बहेड़ी में भारतीय किसान यूनियन तराई क्... लौकही पुलिस की बड़ी कार्रवाई, भारी मात... Bihar Govt to Review Chhath Festival A... Clash Erupts in Jalandhar Over Alleged... Punjab Special Olympics: Athletes Secu... Six Die in Bus Collision on NH-54 Near...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી જિલ્લામાં દીપેશ્વરી ધામ પોલીસ ચોકીનું લોકાર્પણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 05:46 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંબલીયારા પોલીસ સ્ટેશન હેઠળ નવનિર્મિત દીપેશ્વરી ધામ પોલીસ ચોકીનું લોકાર્પણ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું..

અરવલ્લીના-:
આંબલીયારા પોલીસ સ્ટેશનના અધિકારીક ક્ષેત્રમાં નવનિર્મિત દીપેશ્વરી ધામ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના વરદ હસ્તે સમારંભનું આરંભ કર્યું.લોકાર્પણ સમારંભમાં અધિક્ષકે પોલીસ ચોકીની મહત્વતા અને તેના કાર્યક્ષેત્રની વિગતવાર જાણકારી આપી..

આ ચોકી અરવલ્લી જિલ્લામાં નાગરિકોની સુરક્ષા,કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સ્થાપિત કરવામાં આવી છે.પોલીસ અધિક્ષકે જણાવ્યું કે નવી પોલીસ ચોકી જનસેવા માટે મહત્વપૂર્ણ સાધન બની રહેશે અને સ્થાનિક સમુદાયને સુરક્ષિત અને શાંત વાતાવરણ પ્રદાન કરશે.જનસેવા એ જ પ્રભુસેવા, એમ તેમણે ભાર મૂક્યો.આ પહેલ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી સાથે સાથે, નાગરિકોના અધિકારોની રક્ષા અને તેમની સુરક્ષા માટે વધુ મજબૂત પાયો મૂકવામાં આવશે.
📲Get App