🔥 TRENDING एक वर्षासाठी पुणे जिल्ह्यातून तडीपार;... AAP Drops Minister and MLAs from Secon... Assam Rifles busts Rs 4.69 crore metha... Assam rolls out online portal for Rs 5... Assam poised to become India's new edu... Elephant Dies After Electrocution in J...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની નાસિક અને ભોપાલની બે ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ, બોર્ડિંગ-લગેજ જમા થયા બાદ જાહેરાત કરાતા મુસાફરોમાં રોષ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 01:00 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે(12 નવેમ્બર) ઓપરેટ થતી ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદ-નાસિક અને અમદાવાદ-ભોપાલ એમ બે ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. ખાસ કરીને નાસિક જતી ફ્લાઇટમાં મુસાફરોની બોર્ડિંગ પ્રક્રિયા અને લગેજ જમા થઈ ગયા બાદ ઉડાનના માત્ર એક કલાક પહેલા ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરાતા એરપોર્ટ પર મુસાફરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી નાસિક જતી ફ્લાઇટ (નંબર 6E 7114) સાંજે 4.05 વાગ્યે ટેકઓફ થવાની હતી. આ ફ્લાઇટ પકડવા માટે મુસાફરો 2થી 3 કલાક પહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. મુસાફરોની બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને લગેજ પણ જમા કરી લેવામાં આવ્યો હતો. જો કે, ઉડાનના માત્ર એક કલાક પહેલા એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની જાણ કરાતા મુસાફરો અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત, દિવસ દરમિયાન અમદાવાદથી ભોપાલ જતી ઇન્ડિગોની વધુ એક ફ્લાઇટ (નંબર 6E 7191) પણ રદ થતા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી હતી.

"વૈકલ્પિક વ્યવસ્થાના નામે અવ્યવસ્થા"

ફ્લાઇટ રદ થયા બાદ નાસિક જવા માટે અન્ય કોઈ સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરવાને બદલે એરલાઇન્સ દ્વારા મુસાફરોને અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી રોડ માર્ગે નાસિક જવાનો અથવા બીજા દિવસની ટિકિટ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સીધી ફ્લાઇટના બદલે કલાકોની વધારાની મુસાફરીનો વિકલ્પ અપાતા મુસાફરોના સમય અને આયોજિત કાર્યક્રમો પર અસર પડી હતી. મુસાફરોએ DGCAના નિયમો મુજબ યોગ્ય વળતર અને રિફંડની માગ સાથે વિરોધ નોંધાવ્યો આ ઘટના અંગે ફ્લાઇટમાં મુસાફરી કરનાર પેસેન્જરે જણાવ્યું હતું કે, એરલાઇન્સ દ્વારા ટેક્નિકલ કારણ આગળ ધરીને ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ, ઇન્ડિગો એરલાઇન્સના સત્તાવાર સૂત્રો દ્વારા બંને ફ્લાઇટ (નાસિક અને ભોપાલ) 'ઓપરેશનલ કારણોસર' રદ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
📲Get App