🔥 TRENDING ସ୍ୱଚ୍ଛତାରେ ଦେଶରେ ଚମକିଲା ଓଡ଼ିଶା, ରାଜ୍ୟ... कर्मचारी को करीब डेढ़ किलोमीटर तक कार... Three-day Deusi Bhailo festivities kic... Sikkim Set to Host 49th Junior Nationa... Sikkim’s Last Tibetan Sheep Herder Fac... Mizoram mandates GPS tracking for all...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત તલોદ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યુવા સભા યોજાઈ*

✍️ Reporter: Alpeshkumar Amruthbai Patel 🗓 13 Nov 2026, 02:08 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*યુવાનો શિક્ષણ, સંસ્કાર અને નશામુક્તિના સંકલ્પ સાથે વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બને : સાંસદશ્રી શોભનાબેન બારૈયા* ****

સાબરકાંઠામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત તલોદ નગરપાલિકા હોલ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યુવા સભા યોજાઈ હતી.

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠામાં આગામી ૧૮ નવેમ્બર સુધી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અન્વયે તલોદ ખાતે યુવા સભા યોજાઈ હતી.

આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા પાયારૂપ છે. આજના યુવાનોની વિચારસરણી અને પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશ સુધી પહોંચે છે. યુવાનોએ આ માધ્યમનો સકારાત્મક ઉપયોગ કરીને પોતાના વિસ્તારની સારી બાબતો, સંસ્કૃતિ, ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની વિશેષતાઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ. સોશિયલ મીડિયા દ્વારા અનેક અજાણ્યાં સ્થળોને નવી ઓળખ મળી રહી છે, ત્યારે યુવાનોએ સમાજમાં સકારાત્મક વિચારો અને સાચી માહિતીના પ્રસાર માટે પણ આગળ આવવું જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરાયા વગર સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવો જોઈએ. શિક્ષણ મેળવવાની સાથે માતા-પિતાનું સન્માન, વડીલો પ્રત્યે આદર અને સારા સંસ્કારોનું જતન કરવું જોઈએ. પર્યાવરણનું સંરક્ષણ, સમાજ પ્રત્યેની જવાબદારી અને દેશની સકારાત્મક છબી રજૂ કરવામાં યુવાનો સક્રિય યોગદાન આપે તે જરૂરી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, નશામુક્ત જીવન જ સ્વસ્થ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધાર છે. યુવાનોએ શિક્ષણ, માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, સમાજસેવા અને પર્યાવરણના જતનને જીવનનો સંકલ્પ બનાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવું જોઈએ.

ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનજાતીય સમાજનો ઇતિહાસ શૌર્ય, સંઘર્ષ અને બલિદાનની ગૌરવગાથાથી ભરેલો છે. ભગવાન બિરસા મુંડાએ સમાજના હિત અને અધિકારો માટે આપેલું યોગદાન હંમેશાં પ્રેરણારૂપ રહેશે. યુવા પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને શિક્ષણ અને સંગઠનના માધ્યમથી સમાજના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.

વક્તાશ્રી કોકિલાબેન ગમારે જણાવ્યું હતું કે, જનજાતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ઓળખ જાળવી રાખવાની સાથે શિક્ષણ અને જાગૃતિ દ્વારા નવી ઊંચાઈઓ સર કરવાની જરૂર છે. ખાસ કરીને યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ જાળવી સમાજના ઉત્થાનમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

જ્યારે શિક્ષકશ્રી ચેતનભાઈએ પ્રેરક ઉદબોધન દ્વારા યુવાનોને શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને સામાજિક જવાબદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તલોદ નગરપાલિકા પ્રમુખશ્રી, મદદનીશ કલેક્ટરશ્રી આયુષી જૈન,અગ્રણીશ્રી ગણપતસિંહ ઝાલા સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
***

Alpesh patel vadali
📲Get App