🔥 TRENDING Shree Cement to invest ₹7,000 crore in... Gujarat Energy posts strong earnings,... हावड़ा एक्सप्रेस में रात्री जांच के दौ... Sonia Gandhi's memoir circulated among... मीरजापुर: रामपुर से ब्लॉक जमालपुर जाने... White House Considers Removing Trump A...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

ભારતની મદદનો વિરોધ! શ્રીલંકામાં બૌદ્ધ ભિક્ષુઓના આમરણાંત ઉપવાસ, બે જૂથો વચ્ચે ઘર્ષણ, સરકારની કાર્યવાહી

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 07:45 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રીલંકાના ઐતિહાસિક શહેર અનુરાધાપુરામાં ભારતીય સહાયથી થનારા વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા બૌદ્ધ ભિક્ષુઓની પોલીસે ધરપકડ કરી છે. બુધવારથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભિક્ષુઓ અને અન્ય એક જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ કડક પગલું ભર્યું છે.ધરણા સ્થળે ઘર્ષણ અને પોલીસ કાર્યવાહી

પોલીસ પ્રવક્તા એફ.ટી. વૂટલરના જણાવ્યા અનુસાર, ઉપવાસ પર બેઠેલા બાલંગોડા કસ્સપ અને તેમના સમર્થકો તથા તાજેતરમાં ભિક્ષુ પદેથી હટાવાયેલા રાજંગનયે સદ્ધારથનના જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ અને ઝપાઝપી થઈ હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સદ્ધારથન આંદોલનને ભડકાવવા અને તોડવા આવ્યા હતા, જ્યારે સદ્ધારથને કસ્સપના સમર્થકો પર હુમલાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ ઘટના બાદ પોલીસે કસ્સપ અને સદ્ધારથન સહિત 3 ભિક્ષુઓની ધરપકડ કરી છે, ઉપરાંત 1 મહિલા સહિત 4 નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.શું છે 7 અબજનો અનુરાધાપુરા વિકાસ પ્રોજેક્ટ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્રિલ 2025ની શ્રીલંકા મુલાકાત દરમિયાન ભારતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અનુરાધાપુરા પવિત્ર નગર પરિસરના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની જાહેરાત કરી હતી. શ્રીલંકાએ આ માટે 7 અબજ શ્રીલંકન રૂપિયાથી વધુનો ખર્ચ અંદાજ્યો છે. નવી યોજના મુજબ પવિત્ર વિસ્તારનો વ્યાપ 28 ચોરસ કિલોમીટરથી વધારીને 38 ચોરસ કિલોમીટર કરવામાં આવશે, જેમાં રસ્તાઓનું નવીનીકરણ, સ્વચ્છતા, કચરાનું વ્યવસ્થાપન અને યાત્રાળુઓ માટે પરિવહન સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.

ભારત વિરોધ પાછળ ભિક્ષુઓની આશંકા અને માંગણીઓ

આ વિરોધ પાછળનું મુખ્ય કારણ ભિક્ષુઓમાં રહેલો એવો ડર છે કે વિકાસના નામે આ પ્રાચીન બૌદ્ધ તીર્થસ્થળની મૂળ ઓળખ બદલાઈ જશે અને ત્યાં હિંદુ ધાર્મિક માળખા ઊભા કરવામાં આવશે. ધરપકડ પહેલા ભિક્ષુ કસ્સપે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સરકાર આ વિકાસ યોજનાનું ગેઝેટ નોટિફિકેશન રદ નહીં કરે અને કોર્ટના તિરસ્કાર બદલ જેલમાં બંધ કટ્ટરપંથી ભિક્ષુ ગલગોડાટ્ટે જ્ઞાનસારને માફી નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
📲Get App