🔥 TRENDING Counterview Flags Patronage Threat to... Dewas Tops Swachh Survekshan Among 50k... Congress Leader Abbas Hafiz Sends Lega... The Diplomat Publishes Analysis on Gro... Indore hosts muhurat market deals and... Sonia Gandhi Reflects on Personal Love...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંતિમ ધામની દયનીય દશા: તંત્ર અને નેતાઓ ક્યારે જાગશે?

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 12 Nov 2026, 08:15 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોઠંબા તાલુકાના પાંગળી માતાના મંદિર પાસે આવેલું સ્મશાન ગૃહ આજે અત્યંત જર્જરિત અને દયનીય હાલતમાં છે. આસપાસના અનેક ગામોના લોકો માટે આ એકમાત્ર સ્મશાન ગૃહ હોવા છતાં અહીં પ્રાથમિક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે, જેના કારણે અંતિમ સંસ્કાર સમયે શોકમગ્ન પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મૃત્યુ બાદની અંતિમ વિદાય પણ સન્માનજનક રીતે થાય તે દરેક માનવીનો અધિકાર છે. પરંતુ કોઠંબાના સ્મશાન ગૃહની હાલત જોઈને એવું લાગે છે કે આ માનવતાના પ્રશ્ન તરફ આજ સુધી તંત્ર કે નેતાઓનું ધ્યાન ગયું જ નથી.

મુખ્ય સમસ્યાઓ:
• સ્મશાન ગૃહમાં બેસવા માટે પૂરતી જગ્યા કે શેડની કોઈ વ્યવસ્થા નથી. તડકો હોય કે વરસાદ, લોકોએ ખુલ્લામાં ઉભા રહેવું પડે છે. • પીવાના પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. • બિલ્ડિંગ સંપૂર્ણ જર્જરિત થઈ ગઈ છે અને સ્મશાન ગૃહ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો પણ નથી.
આ પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર જેવા દુઃખદ પ્રસંગે પરિવારજનોની તકલીફ અનેકગણી વધી જાય છે.

તેથી આસપાસના તમામ ગ્રામજનો વતી આગેવાનો, રાજકીય નેતાઓ અને સંબંધિત વહીવટી તંત્રને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, આ બાબતે તાત્કાલિક રસ દાખવી અહીં નવું અને સુવિધાજનક સ્મશાન ગૃહ બનાવવામાં આવે, અથવા જરૂરી મરામત કરીને શેડ, પીવાનું પાણી, લાઈટ અને યોગ્ય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવામાં આવે.

આ કોઈ એક ગામનો નહીં, પણ સમગ્ર વિસ્તારની માનવતાનો પ્રશ્ન છે. તંત્ર જલ્દી જાગે અને આ અંતિમ ધામને સન્માનજનક બનાવે તેવી સૌની લાગણી છે.
📲Get App