🔥 TRENDING Rain alert for Tamil Nadu's southern a... Uttarakhand CM Dhami Confident BJP Wil... असम के डिगारु स्टेशन के पास कोओ सैरांग... Low-Pressure System Likely to Form Ove... Virat Kohli and Shubman Gill’s Light‑H... Gangotri Dham Shuts for Winter; Sacred...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 11 Nov 2026, 09:53 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો

વેરાવળ:
વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા નૂતન વર્ષના મંગલ પર્વ નિમિત્તે નારાયણ આઈસ ફેક્ટરી ખાતે એક ભવ્ય અને હાર્દિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
​આ કાર્યક્રમનું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ ગુજરાત જી.એફ.સી.સી.એ. (GFCCA)ના ડિરેક્ટર શ્રી કિશોરભાઈ કુહાડા અને વેરાવળ–પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
​સર્વધર્મ અને સર્વસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ
આ સ્નેહમિલનમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ રાજકીય, સામાજિક તથા બિનરાજકીય ક્ષેત્રના મહાનુભાવો, હિન્દુ-મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનોના પ્રમુખો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત અગ્રણીઓ અને નગરજનોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી પરસ્પર ભાઈચારો અને સૌહાર્દ વ્યક્ત કર્યો હતો.
​સર્વેના ઉત્તમ સ્વાસ્થ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના
આ અવસરે શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ શ્રી જીતુભાઈ કુહાડાએ ઉપસ્થિત સર્વે મહેમાનો અને સમગ્ર સમાજને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌનું આવનારું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ ઉત્તમ સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહે તેવી દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
📲Get App